Tumgik
#લગ્નની શરતો
buzz-london · 7 months
Text
સમજાય તેને વંદન,અને ન સમજાય તેને હદય પૂર્વક અભિનંદન, જાગ્યા ત્યાંથી સવાર" ✌🏻✌🏻ક્યો પતિ ખરીદું✌🏻✌🏻 " *રાજકોટ શહેર* માં પંચાયત ચોક મા " માં એક બહુ મજાનો મોલ ખુલ્યો જેનાં પર લખ્યું હતું " *અહીં આપ પતિઓ ખરીદી શકો છો"* યુવતીઓનો એક મોટો જમાવડો યુનીવર્સીટી રોડ તરફ જમા થવાં લાગ્યો. બધીજ યુવતીઓને મોલમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું "પતિ ખરીદવા માટે નિમ્ન શરતો લાગુ" આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એક વાર જ દાખલ થઈ શકે છે દુકાનમાં ૬ (છ) માળ છે અને પ્રત્યેક માળ પર પતિઓના પ્રકાર વિષે લખ્યું છે ખરીદાર સ્ત્રી કોઈ પણ માળ પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે પરંતુ એક વાર ઉપર ગયા બાદ ફરી નીચે આવી શકાશે નહી સિવાય કે બહાર જવાં માટે એક ખુબસુરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો "પહેલા" માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે અને નેક છે યુવતી આગળ વધી.... "બીજા" માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે નેક છે અને બાળકોને પસંદ કરે છે યુવતી ફરી આગળ વધી "ત્રીજા" માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે અને ખુબસુરત પણ છે આ વાંચીને યુવતી થોડી વાર માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઇએ, આગળ વધી "ચોથા" માળના દરવાજા પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે, ખુબસુરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યાં અને વિચાર કરવા લાગી શું આવા મર્દ પણ આ દુનિયામાં હોઈ શકે ચાલો...... અહીંથી જ પતિ ખરીદી લઉં છું પરંતુ મન ન માન્યું એક ઓર માળ ઉપર ચાલી ગઈ "પાંચ"મા માળ પર લખ્યું હતું આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે,ખુબસુરત છે ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની પત્નીને અતિ પ્રેમ કરે છે હવે આની અક્કલ જવાબ દેવા લાગી, તે વિચાર કરવા લાગી, આનાથી બેહતર મર્દ બીજો ક્યો હોઈ શકે ભલા.... પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું અને આખરી માળ તરફ આગળ વધવા લાગ્યા "આખરી" માળના દરવાજા પર લખ્યું હતું આપ આ માળ પર આવવા વાળી "6790" મી સ્ત્રી છો, આ માળ પર કોઈ પણ પતિ છે જ નહીં, આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી એ વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને પૂર્ણત સંતુષ્ટ કરવો નામુમકિન છે અમારા મોલ ની મુલાકાત બદલ આભાર પગથિયાં બહારની તરફ જાય છે પુન: પધારવાની કોઇ આવશ્યકતા નથી સારાંશ.......... *હાલમા અનેક કન્યાઓ... અને વર પક્ષના પિતાઓ... આ બધું જ કરી રહ્યાં છે..., હજુ સારું...! હજુ ઓર સારું...!!_ અને....._ સારું અતિ સારા ના ચક્કરમાં... લગ્નની સાચી ઉમર... ખતમ થઈ રહી છે...! ને... હાથમાં મુકવાની મહેંદી... વાળમાં મુકવી પડે છે....!!! "સમજાય તેને વંદન,અને ન સમજાય તેને હદય પૂર્વક અભિનંદન, જાગ્યા ત્યાંથી સવાર" દરેક સમાજના પરિવારો અને આગેવાનોને અર્પણ 🙏🏻🙏🏻☺️
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે…
View On WordPress
0 notes
zstvnews · 2 years
Text
આલિયા-રણબીરના લગ્નના ફંક્શન માટે બેન્ક્વેટ હોલ બૂક, આ શરતો સ્વીકારવી પડશે!
આલિયા-રણબીરના લગ્નના ફંક્શન માટે બેન્ક્વેટ હોલ બૂક, આ શરતો સ્વીકારવી પડશે!
આ દિવસોમાં બધાની નજર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચાર પર છે. જો કે કપૂર પરિવારે આ અંગે મૌન સેવ્યું છે, પરંતુ રણબીર-આલિયાના લગ્નની તારીખથી લઈને વેન્યુ અને ગેસ્ટ લિસ્ટ સુધીના સમાચારો સતત મીડિયા પર આવી રહ્યા છે. દરમિયાન હવે રણબીર-આલિયાના લગ્ન પહેલાના નવા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 15 એપ્રિલે સાત ફેરા લેવાના છે. આ પહેલા બંનેના પ્રી-વેડિંગ ફંક્શન…
Tumblr media
View On WordPress
0 notes
aapnugujarat1 · 5 years
Text
પૈસાના બદલામાં કિશોરી
દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં ૧૩ વર્ષની કિશોરીને પૈસાના બદલામાં લગ્ન કરાવ્યાની વિગતો સામે આવી છે. ઘટનાના ફોટા અને વિડીયોને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. જો છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો નક્કી કરતી સનસનીખેજ સોદાબાજી બેનકાબ થઈ છે. કન્યા વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં કિશોરીની સોદાબાજી થઈ છે જેમાં પૈસા લઈ બાળ લગ્ન કરી આપી ચોંકાવનારી સોદાબાજી કરવામાં આવી છે. રેશનકાર્ડમાં દર્શાવેલ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં ગમાર ઉર્મિલા બસુભાઇ પણ છે.જન્મતારીખના પત્ર મુજબ આજે ૧૫ વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાના ફોટા અને વિડીયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નની સોદાબાજી પાક્કી હોવાની ખાત્રી કરાવવા જો ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવું કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ, લગ્નના ફોટા-વિડીયો, અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.ઉર્મિલા સગીર વયની છતાં પૈસા માટે પુખ્ત વયના યુવાન સાથે લગ્ન કરાવ્યા છે. છોકરીના લગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે. (તસવીર / અહેવાલ : મોહંમદ ઉકાણી, બનાસકાંઠા) Read the full article
0 notes