Tumgik
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૧૦ આ જન્મ પણ રહસ્ય જ છે!
         છ-સાત દિવસ હું રોજ મોહિનાબાઈને નિયમિત રીતે મળી હતી. આ છ-સાત દિવસમાં અમે ખરેખર મિત્રો જેવાં જ બની ગયાં હતાં. હવે તો મોહિનાબાઈ મારી સાથે ખુલ્લા દિલે વાત કરતાં. એમણે પછી તો કબૂલ કર્યું કે ભોગવ્યા વિનાનો ત્યાગ ખોટો અને છેતરામણો છે. એમણે જીવનને ભોગવ્યું નહોતું. પરંતુ બીજા લોકોને જીવનનો ઉપભોગ કરતાં જોઈને એમને થતું હતું કે મેં નાસમજમાં જ આ બધું ગુમાવ્યું છે. આ જ જીવન હું પણ ભોગવી શકી હોત.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૯ તું નરકમાં જ જવાની છે! –
       મેં બૌધ્ધ ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય કરી લીધા પછી પણ મારે જૈન ધર્મની દીક્ષા નથી લેવી એવું જણાવવાની મારી શી જરૂર એવો સવાલ કદાચ તમને થશે. પરંતુ એની પાછળ મારી કોઈક ચોક્કસ સમજ હતી. મેં કહ્યું છે તેમ મારાં મમ્મી-પપ્પા ખૂબ ધાર્મિક છે. જો કે ‘ધાર્મિક‘ની મારી વ્યાખ્યામાં એ આવતાં નથી. એ બંને ધર્મનો પોતાની સગવડ માટે અને પોતાના અહંકારને પોષવા માટે જ ઉપયોગ કરે છે. છતાં એ બંને તો એમ જ માને છે કે અઢી…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
Tumblr media
0 notes
smitatrivedi · 3 years
Text
Tumblr media
0 notes
smitatrivedi · 3 years
Text
Tumblr media
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી
જીવનનું અંતિમ ધ્યેય તો જીવનથી મુક્તિ જ છે. દીલ્હીથી આવતાં વારંવાર હું એ જ વિચારી રહી હતી કે ખરેખર સંન્યસ્ત થવું જરૂરી છે? અત્યાર સુધી તો હું એમ જ માનતા હતી કે તમે જે જિંદગી જીવતા હો એની વચ્ચે રહીને જ તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ. સંસાર છોડીને સંસારથી દૂર જતા રહેવું તો સહેલું છે, પરંતુ સંસારમાં રહીને સંસારથી દૂર રહેવું અઘરું છે. મને એવું અઘરું કામ કરવામાં જ રસ હતો. પરંતુ ભદંત આનંદને…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ
       સુધા કુલકર્ણીના લેક્ચરના પ્રસંગની પરમજિત પર ખૂબ સારી છાપ પડી હતી. એને રહી રહીને એની પાર્ટનર તરીકે પસંદ કરવા બદલ ગૌરવ થતું હતું. પરમજિત મારાં કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી. પરંતુ મારી સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરતી હતી. અમે ઘણી વાર આડીઅવળી અનેક વાતો કરતાં. પરંતુ એ એના અંગત જીવન વિષે કે એના દીકરા વિષે ભાગ્યે જ કશું કહેતી. એનો દીકરો ભણીને આવી ગયો અને લશ્કર��ાં એને કેપ્ટન તરીકે પોસ્ટિંગ મળ્યું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૬ સ્ત્રી સશક્તીકરણ પણ દિશા કઈ?
લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૬ સ્ત્રી સશક્તીકરણ પણ દિશા કઈ?
પ્રણવ અને પંકજ જેવાઓનું ‘સ્ત્રી-દાક્ષિણ્ય’ જોતાં મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણની વાતો કેટલી પોકળ અને દંભી છે એ તરત સમજાઈ જાય છે. મુશ્કેલીની વાત તો એ છે કે, આપણા સમાજમાં પ્રણવો અને પંકજોની સંખ્યા બેસુમાર છે અને સ્ત્રીઓને એમના અધિકારો પ્રત્યે જાગ્રત થવાની ડાહી ડાહી સલાહો આપનારાઓ પ્રણવો અને પંકજો પર નિયંત્રણ લાવવાની કોઈ દરકાર કરતા નથી. મને એવું સમજાયું હતું કે આવા લોકોનો સામનો સ્ત્રીએ પોતે જ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ-૫ કારણ વિનાનો સંબંધ
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ-૫ કારણ વિનાનો સંબંધ
મનીષા સાથેની મારી મૈત્રીનો ભૂતકાળ જેટલો લાંબો છે એટલો જ ઈતિહાસ પણ લાંબો છે. આ લાંબા ઈતિહાસને ફક્ત એક જ વાકયમાં પણ કહી શકાય તેમ છે. ‘હું મનીષા છું અને એ સોનલ છે.’ અમારાં બંનેના વ્યક્તિત્વ ભિન્ન છે. વિચારો જુદા છે અને રહેણીકરણીમાં પણ તફાવત છે. એ તફાવતને અમે ઝીલ્યો છે અને એથી જ અમારી મૈત્રી આટલી મજબૂત છે. મારા બહિર્મુખી અને બિન્ધાસ્ત સ્વભાવને કારણે મારા પરિચિતોની સંખ્યા ઘણી મોટી છે અને કહેવા ખાતર તો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ - ४ પુરૂષની ભ્રમરવૃત્તિ
લીલો ઉજાસ ભાગ – ૨ પ્રકરણ – ४ પુરૂષની ભ્રમરવૃત્તિ
પહેલા વર્ષની વાર્ષિક પરીક્ષાના દિવસો નજીક આવતા જતા હતા. પ્રિલિમ પછી કૉલેજ જવાનું ઓછું થઈ ગયું હતું. લગભગ બધા જ લોકો વાંચવામાં પડયા હતા. હું ખાસ વાંચતી નહોતી. મારો આત્મવિશ્વાસ થોડો વધારે પડતો હતો. એનું કારણ એ હતું કે હું બહુ વાંચ્યા વિના પણ સારા માર્કે પાસ જતી હતી. આ કારણે જ મને પરીક્ષા ફારસ જેવી લાગતી હતી અને પરીક્ષાને હું બહુ ગંભીરતાથી લેતી નહોતી. મને એમ જ લાગતું હતું કે થોડી સામાન્ય બુધ્ધિનો…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ ભાગ - ૨ - પ્રકરણ – ૩ સેક્સ સાથેનું ‘એન્કાઉન્ટર'
લીલો ઉજાસ ભાગ – ૨ – પ્રકરણ – ૩ સેક્સ સાથેનું ‘એન્કાઉન્ટર’
સેક્સ સાથેનું મારું પહેલવહેલું ‘એન્કાઉન્ટર’ બહુ કાચી ઉંમરનું હતું. એ વખતે સેક્સ વિષે ઝાઝી સમજ પણ નહોતી. મારી ઉંમર કદાચ બાર-તેર વર્ષની હશે. એ વખતે એક વાર સુરતથી મારાં મામા-મામી અને એમનો ભીમ આવ્યાં હતાં. ભીમ એટલે એમનો દીકરો નકુળ. નાનપણમાં એ બહુ જાડિયો હતો. એટલે એને બધાં ભીમ કહીને જ બોલાવતાં હતાં. પછી એ બહુ જાડિયો નહોતો રહ્યો. છતાં ભીમ એનું નામ પડી ગયું હતું. બોરીવલીમાં અમારા એક સગાનું અવસાન થયું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –
લીલો ઉજાસ – ભાગ ૨- પ્રકરણ -૨ અમારી છોકરી કાબૂમાં નથી –
      કોલેજમાં આવ્યા પછી એક વાર હું અને મનીષા ફિલ્મ જોવા ગયાં હતાં. એ પછી મનીષાને ઘેર વાતો કરતાં બેઠાં હતાં. મેં એને ઘેર જ જમી લીધું હતું. વાતોમાં ને વાતોમાં ક્યારે રાતના અગિયાર વાગી ગયા એ જ ખબર પડી નહિ. હું ઘરે જવા તૈયાર થઈ એટલે મનીષાએ મને કહ્યું, “ઘરે ફોન કરી દે અને આજે અહીં જ રોકાઈ જા!” “હું ફોન કરવા ગઈ. રિસિવર હાથમાં લીધું અને પછી તરત જ પાછું મૂકી દીધું. મને વિચાર આવ્યો કે હું આજે કહ્યા વિના…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
પ્રકરણ – ૧ બૌધ્ધ ધર્મ તરફ આકર્ષણ
પ્રકરણ – ૧ બૌધ્ધ ધર્મ તરફ આકર્ષણ
               સાધ્વીથી આત્મકથા લખાય કે નહિ એ વિષે મેં વિચાર્યું નથી. ઘણા સમય પહેલાં યોગાનંદજી કૃત ‘એન ઓટોબાયોગ્રાફી ઓફ એ યોગી’ વાંચી હતી. એટલે મને થયું કે એ યોગી જો આત્મકથા લખી શક્તા હોય તો હું પણ લખી જ શકું છું. મને એમ પણ લાગે છે કે ધર્મને શરણે આવ્યા પછી મારી નજર થોડી વધુ શુદ્ધ થઈ છે અને એથી આત્મકથા લખવાનો પણ આ જ અવસર છે. સંસારમાં રહીને આત્મકથા લખવામાં જોખમ એ છે કે સાંસારિક બાબતોની, સંબંધોની…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૮ – બૌદ્ધ દીક્ષા અને કાગળની હોડી –
       પ્રેમનો સ્વીકાર થવો એ પણ નસીબની વાત છે! મનીષા અને સોનલે હમણાં રોકાઈ જાવ એવો પ્રતિભાવ એક સાથે આપ્યો એથી મનહરભાઈ સહેજ આંચકો ખાઈ ગયા. એમણે સામે પૂછયું, “ક્યાં સુધી રોકાઈ જવાનું છે? મારે એમને કાલે જવાબ આપવાનો છે!”       મનીષા અને સોનલ એક બીજા સામે જોવા લાગ્યાં. પછી મનીષાએ જ જૂનું કારણ આગળ કહ્યું, “હજુ થાવાણીસાહેબને આવતાં એક મહિનો લાગશે. એ આવે પછી જ…”       સોનલ વચ્ચે બોલી પડી, “એ આવે પછી…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
Tumblr media
વ્યક્તિત્વની અનન્યતાનું ગૌરવ છે.
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૨૭ - લગ્નના નામ પર ચોકડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૨૭ – લગ્નના નામ પર ચોકડી
મનીષાની ઈચ્છા હતી કે છોકરાવાળા મનીષાને જોવા આવે ત્યારે સોનલ હાજર રહે તો સારું. એણે સોનલને વાત કરી. સોનલે કહ્યું, “અનિવાર્ય હોય તો મને વાંધો નથી. પણ લગભગ રવિવારે હું બીજે એક ઠેકાણે રોકાયેલી હોઉં છું. એટલે એક વાર તું મળી લે અને જો તમારી વાત જામે તો પછી ક્યાં મળાતું નથી. ખરું પૂછે તો એ વખતે તારે મારા અભિપ્રાયને નહિ, પણ તારા મનના જ અવાજને સાંભળવાનો છે. એ વખતે તારું મન તને શું કહે છે એ વાત જ મહત્ત્વની…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
લીલો ઉજાસ - પ્રકરણ -૨૬ - સામાન્ય જિંદગીની શરૂઆત
લીલો ઉજાસ – પ્રકરણ -૨૬ – સામાન્ય જિંદગીની શરૂઆત
“એ પછીની વાતથી તો તું વાકેફ છે જ.” મનીષાએ કહ્યું અને ઘડિયાળમાં જોયું. હજુ એક વાગ્યો હતો. એણે સોનલને કહ્યું, “હવે મને કહે, તારો પ્રત્યાઘાત. તને વાત કર્યા પછી મને ઘણી હળવાશ અનુભવાય છે. એનું કારણ કદાચ એ છે કે, ઉદય સાથેના છ મહિનાના સહ-જીવનનો બધો જ સંઘર્ષ મારા મનમાં સંઘરાયેલો હતો. આ દિવસોમાં હું કોઈની પણ સાથે વાત કરી શકી નહોતી. કદાચ ઉદય હોત તો હજુ પણ મેં વાત ન જ કરી હોત. હું આ બધી વાત કોઈને પણ કરું…
Tumblr media
View On WordPress
0 notes