Visit Blog
Explore Tumblr blogs with no restrictions, modern design and the best experience.
#kapadvanj
smitatrivedi · 15 hours ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૩ – નિઃશબ્દતાનું આકાશ
ટ્રેન ઉપડયા પછી ખાસ્સી વાર સુધી કોઈ બોલ્યું નહિ. મનીષા બારીમાંથી બહાર તાકી રહી હતી. રસ્તા પરનો ટ્રાફિક, લાઈટોની ઝાકમઝાળ અને આવતાં જતાં માણસોને એ જોયા કરતી હતી. એણે નયને આપેલું પેકેટ થોડીવાર ખોળામાં રાખીને બાજુ પર મૂક્યું હતું. એના મનમાં એમ હતું કે સોનલ કદાચ એ પેકેટ ખોલશે. પરંતુ સોનલ તો ધ્યાનમાં સરકી ગઈ હોય એમ આંખો બંધ કરીને શાંત અને સ્થિર બેઠી હતી. થોડીવારે એણે આંખો ખોલી ત્યારે જાણે એની આંખ…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 2 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૧ - 'ફ્રિજિડીટી' – મનીષાની માનસિક સમસ્યા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૧ – ‘ફ્રિજિડીટી’ – મનીષાની માનસિક સમસ્યા?
બારણું બંધ કરીને મનીષા સોનલ સામે ગોઠવાઈ ગઈ. સોનલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, “મોનુ, મારા સવાલનો એકદમ ઓનેસ્ટ – એકદમ  પ્રામાણિક જવાબ આપજે. હું આ સવાલ તને કારણ વગર પૂછતી નથી. તું સાચો જવાબ નહિ આપે તો મારા મનમાં મૂંઝવણ વધશે. એટલે ફરીવાર તને કહું છું કે, સાચો અને પ્રામાણિક જવાબ આપજે.”        “બહુ ભૂમિકા બાંધ્યા વગર સીધું પૂછી નાંખ ને!” મનીષાએ અકળામણના ભાવ ચહેરા પર લાવીને કહ્યું.      “મોનુ, સાચું કહે,…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 3 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
લીલો ઉજાસ – પ્રકરણ – ૧૦ લગ્ન થયા હોવા છતાં બંને કુંવારા?
દરેક બાબતમાં વિશ્લેષણ કરવાની આપણી આદત પરિસ્થિતિને ડહોળી નાંખે છે! સોનલ અને એની ટુકડી સૂરસાગરનું ચક્કર લગાવીને આવી ત્યારે લગભગ સાડા છ થઈ ગયા હતા. મનહરભાઈ અને જનાર્દનભાઈ પણ આવી ગયા હતા. સરોજબહેન અને જ્યોતિબહેનની ગોષ્ઠિ પણ પૂરી થઈ ગઈ હતી. પિનાકીનભાઈ એક બાંકડા પર મનહરભાઈ અને જનાર્દનભાઈની સાથે આવીને બેઠા હતા. સોનલે જોયું કે સરોજબહેન મનીષાને પગથી માથા સુધી જોઈ રહ્યાં હતાં. એમની નજર આજે જુદી લાગતી હતી.…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 4 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
લીલો ઉજાસ – પ્રકરણ – ૯ – ઉદયની મિલકત કોની?
જમીને સોનલ અને મનીષા એમના રૂમમાં આવ્યાં. પલંગ પર બેસતાં જ સોનલે કહ્યું. “બોલ, શું વાત કરતી હતી?”          “ઊભી તો રહે, આટલી ઉતાવળ શેની કરે છે?” મનીષાએ કૃત્રિમ ચીડ સાથે કહ્યું.         “હું બેઠી છું તો તને વાંધો છે કે ઊભા રહેવાનું કહે છે?” સોનલે મનીષાને હાથ પકડીને પલંગમાં બેસાડી દીધી.          “આઉચ … સાવ જંગલી જેવી જ છે!” કહેતાં મનીષા પલંગ પર ગોઠવાઈ ગઈ.          “ચાલ, બોલ! હું સાંભળવા તૈયાર…
View On WordPress
0 notes
smitatrivedi · 5 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ - ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
લીલો ઉજાસ – પ્રકરણ – ૮ – અર્ચનાએ શું હિન્ટ આપી?
સોનલે મનીષાના ઘેર જવાની અને અર્ચનાને મળવાની વાત કરી તથા અર્ચના વિષે સોનલને કંઈક વાત કરી છે એ જાણ્યા પછી સરોજબહેન અને વિનોદિનીબહેનના મનમાં સવાલ થયો કે, ઉદયની આત્મહત્યા અંગે અર્ચના કશુંક જાણે છે એ વાત મનીષા પણ જાણતી હોવી જોઈએ. મનીષા અને સોનલ વચ્ચે અત્યાર સુધી શું વાતચીત થઈ છે એ ખરેખર તો કોઈ જાણતું નહોતું. બધાં માટે એ અનુમાનનો વિષય હતો.         સવારે સોનલ નાહીને તૈયાર થઈ ગઈ અને પછી સરોજબહેનને…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો - રોષ કરવો કે દયા ખાવી?
સાઈકોગ્રાફ ૫. ટેલિફોન રોમિયો – રોષ કરવો કે દયા ખાવી?
ટેલિફોન આપણા માટે એક ઉપયોગી સાધન છે.  ટેલિફોનને કારણે સમયનો અભુત બચાવ થાય છે અને વાહનવ્યવહાર પરનું દબાણ ઘટે છે. અનેક વખત કટોકટીઓને પણ ટાળી શકાય છે.  આર્થિક દૃષ્ટિએ ટેલિફોન વિકાસનું સાધન છે. પરંતુ આપણે સંક્રાંતિના એવા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ કે હજુ પણ ટેલિફોન જેવા ઉપયોગી સાધનનું પૂરેપુરું મહત્ત્વ સમજીને એને ખપમાં લેતાં શીખ્યા નથી. ટેલિફોન સેવા આપનાર તંત્ર પાસે ઈજારશાહી છે અને એને એ કમાણીનું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ'નું વિજ્ઞાન
સાયકોગ્રાફ ૪. ‘બોડી લેંગ્વેજ’નું વિજ્ઞાન
સુનિલ ગાવસકરનું નામ વિશ્વ ક્રિકેટમાં આજે ય ઘણા સન્માન સાથે લેવાય છે. વિશ્વસ્તરના ઓપનિંગ બેટ્સમેન હોવા ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને સૌથી વધુ રન કરવાના વિક્રમો એક સમયે પોતાના ખાતામાં જમા કરાવવા ઉપરાંત ગાવસકરે ક્રિકેટની રમતમાં એક નિષ્ણાત તરીકે પોતાની છાપ ઊભી કરી છે. ક્રિકેટની સક્રિય રમતમાંથી નિવૃત્ત થયા પછી એણે એક સમીક્ષક, આલોચક, વિવરણકાર અને વ્યાવસાયિક તરીકે પોતાનું સ્થાન કાયમ કર્યું…
Tumblr media
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
લીલો ઉજાસ – પ્રકરણ – ૬ સોનુ અને મોનુની જોડી
બેલ વાગ્યો એટલે મનહરભાઈએ બારણું ખોલ્યું. ઘડીભર તો એમને એમ જ લાગ્યું કે જાણે એ કોઈ સપનું જ જોઈ રહ્યા છે. સામે સોનુ ઊભી હતી. શું બોલવું એ જ મનહરભાઈને સમજાયું નહિ. મનમાં ઊંડે ઊંડે જેની અપેક્ષા હોય અને એ જ અપેક્ષા નિરાશામાં પલટાઈ ગઈ હોય ત્યારે અચાનક એ જ વ્યક્તિ સામે ઊભેલી દેખાય ત્યારે ક્ષણ વાર તો બુધ્ધિ જ બહેર મારી જાય અને જાણે બધું જ થીજી ગયું હોય એવું લાગે. પરંતુ મૌન રહેવું એ સોનુનો સ્વભાવ નહોતો.…
View On WordPress
0 notes
smitatrivedi · 6 days ago
Text
લીલો ઉજાસ - પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
લીલો ઉજાસ – પ્રકરણ – ૭ કારણ વગરનો સંબંધ
ઉદયે કોઈક આર્થિક વિટંબણાને કારણે જે આત્મહત્યા કરવા જેવું આત્યંતિક પગલું લીધું હશે અને એના મૂળમાં એણે ઝડપથી પૈસા કમાવવા માટે શૅરબજારમાં કોઈક દુસ્સાહસ કર્યું હશે એવો તર્ક લગભગ સૌ કોઈને ગળે ઊતરતો હતો. એનું કારણ એ હતું કે દેખીતી રીતે ઉદયને આત્મહત્યા માટે પ્રેરે એવા બીજા કોઈ સંજોગો દેખાતા નહોતા. અચાનક જયોતિબહેને ઘટસ્ફોટ કર્યો કે અર્ચના કહે છે કે એ ઉદયની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણે છે. એટલે…
View On WordPress
0 notes
smitatrivedi · 7 days ago
Text
પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!
પ્રકરણ – ૫ તદ્દન રેઢિયાળ છોકરી છે!
મનહરભાઈનું મન સતત એવી કોઈ વ્યક્તિને શોધવા મથતું હતું કે જેની સાથેની વાતચીતમાં મનીષા ખૂલે અને બોલતી  થાય. મનહરભાઈએ પોતાની મૂંઝવણ વિનોદિનીબહેન સમક્ષ પ્રગટ કરી. એ પણ વિચારવા લાગ્યાં. પછી એકદમ ઝબકારો થયો હોય એમ બોલ્યા, “પેલી સોનલ… સોનુ… મનીષાની એક જ ફ્રેન્ડ છે. એ કદાચ મનીષાને બોલતી કરી શકે.”        “સોનુ…? છટ… એ તો ઝંડો છે ઝંડો! એનું કામ નહિ! એ જ એટલી બકબક કરે છે કે મનીષાને બોલવાનો ચાન્સ જ ન મળે……
View On WordPress
0 notes
smitatrivedi · 7 days ago
Text
પ્રકરણ - ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?
પ્રકરણ – ૪ મનીષાને બોલતી કરે તેવું કોણ?
મનહરભાઈ અને પિનાકીનભાઇ ભારે હૈયે ડૉક્ટરની ચેમ્બરની બહાર આવ્યા. હવે બીજા ચોવીસ કલાક રાહ જોવાની હતી. બંને બહાર આવ્યા ત્યારે જનાર્દનભાઈ બહાર ઊભેલા હતા. ત્રણે જણ નજીકના એક બાંકડા પર બેઠા. વાતાવરણમાં ગરમી નહોતી. છતાં મનહરભાઈને કપાળ પર પરસેવો હતો. થોડીવારે જનાર્દનભાઈ બોલ્યા, “તમે બંને અંદર ડૉક્ટર સાથે વાત કરતા હતા ત્યારે મેં જુનિયર ડૉક્ટર સાથે વાત કરી. એમનું કહેવું એવું છે કે આવા કેસમાં ૪૮ કલાક નહિ.…
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૪. સફેદ રૂમાલ!
ન્યૂયોર્કથી ફ્લોરિડા એક લક્ઝરી બસ જઇ રહી હતી. લક્ઝરી બસમાં પંદરેક તરુણ-તરુણીઓનો કાફલો હતો. રજાનો પ્રવાસ માણી તેઓ ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. એક જણે મેન્ડોલિન પર જાણીતા ગીતની તર્જ છેડી. સૌએ તાળીઓનાં નાદથી તેને ઝીલી અને સ્વરના રિધમમાં નૃત્ય શરૂ કર્યું. પંદરેક મીનીટ આમ ચાલ્યું અને બસ એક કાફે આગળ અટકી. પ્રવાસી જૂથ નીચે ઉતરીને કોફી પીવા લાગ્યો.  એક બે જણાં અંદરોઅંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. પેલો છેલ્લી સીટ…
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૨૦. ફ્રેમપૂજારી
મારો લાગ્યો નંબર મુજને ચશ્મા આપો. રૂડી રૂપાળી ફ્રેમ ચડાવી ચશ્મા આપો પરદેશી કો ફ્રેમ મઢાવી ચશ્મા આપો લેન્સ તણી ના પરવા અમને ચશ્મા આપો. ચમકંતા દમકંતા અમને ચશ્મા આપો સીધા સાદા ચશ્મા જોઈ              ચડે ધ્રૂજારી. અમે રહ્યા ભાઈ ફ્રેમપૂજારી.
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૯. કે’વું પડે..
નિજ પ્રતિમાને જોઈ અરીસે પ્રાધ્યાપક છે બબડે, ‘આ લબાડને જોયો છે. ક્યાં??? મારી યાદદાસ્ત કાં ગબડે?
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૮. પ્રાણવાયુ
ધાર્યું હતું તમારી પાસે કદી ન આવું, ધાર્યું હતું હૃદયની વાતો કદીના લાવું. ‘કેવી રીતે’ કહો ને ‘રૂઠું અને રીસાઉં’? રુસણાને ચાહનાના પડમાં શું હું પીસાઉં? ધાર્યું હતું હવે ના હું નૈનથી નૈન મિલાવું… કિંતુ તમે તો એવા રૂંવે રૂંવે વસેલા લોહીના બુંદ બુંદે પ્રતિબિંબ છે રસેલાં. ધાર્યું ઘણું ય આવું ન કિંતુ તે પળાયું. કેવી અકળ અગોચર માયા અહો પ્રણયની છતાંય પ્રાણવાયુ માયા અહો પ્રણયની સુધાર્યું કે…
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૭ …….આવ્યો છું!
ઢાળી દીધાં નયન તમે કાં? હું ઘાયલ થાવા આવ્યો છું!…… નર્તન કરતાં આ ચરણોનું હું પાયલ થાવા આવ્યો છું!……. છલકાઇ જાતાં આ જોબનનું હું છાયલ થાવા આવ્યો છું!…… નમણાં તારા રીસ્ટ્- વૉચ નું હું ડાયલ થાવા આવ્યો છું!…… ઝાઝું મનાવીશ હે સજની તો હું રિસાયલ થાવા આવ્યો છું!….. તમે રિસાશો તો હે સજની હું કરમાયલ થાવા આવ્યો છું!…….
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૬. વારસો
સૂર્યની જ્વાળા થકી છૂટો પડ્યો કો ટૂકડો ઠરતો ગયો ઠરતો ગયો ઠરતો ગયો ને બન્યા જલથલ ચેતના ત્યાં સળવળી ને અમિબાથી વધી આગળ વધી આગળ વધી આગળ બન્યા વાનર અને માનવી તણી હલબલ – જેણે હજી ય સંઘરી છે આંખમાં જ્વાળા જે થકી છૂટો પડ્યો તો ટૂકડો.
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૫. ક્યારે?
અશાંત! અસ્થિર! જીવનનો પટ. સદા ય ઝટપટ સદા ય ખટપટ સદા ય ચટપટ બની રહ્યું જીવન શું વિકટ! સદા અંધ માનવ નયનન પટ સદા બંધ અંતરપટ ક્યારે જોશે માનવ માનવતાને નિજની નિકટ? ક્યારે મુક્ત થશે આ ચીકટ?
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૪. ઈશારો
તમારી પાસ આ મુજ જિંદગી લહેરાઈ જાયે છે તમે ગૂંથ્યા પ્રણય પુષ્પો હવે પહેરાઈ જાયે છે. તમે સાકી બની આવ્યાં ભરીને જામ નયનોમાં, હવે પલકો નમાવી દો મધુ છલકાઈ જાયે છે. સતાવો ના બતાવો ના કદી ય ક્રૂરતા આવી, તમારી પ્યાસમાં મુજ જિંદગી વ્હેરાઈ જાયે છે. બનાવ્યો છે તમારો તો હવે ઝાઝો બનાવો ના, પ્રણયના રંગ છે એવા સ્વયં રેલાઈ જાયે છે. તમે મલકો અને દુનિયા બધી મલકાઈ જાયે છે, નયના જંગ છે એવા સ્વયં ખેલાઈ જાયે…
View On WordPress
0 notes
smitatrivedi · 15 days ago
Text
૧૩. સજા
હા, મારે રડવું છે પણ મારી બંને આંખો બની ગઈ છે સહરા અને ગોબી જ્યાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઈશાન અને અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ક્યાં ય ભૂલથી ય ભીનાશ રહી નથી. છતાં ય મારે રડવું છે. કપાળ પરનો ખારો પરસેવો મારી આંખોમાં થઈને વહે તો ય રડી લીધાનો સંતોષ પણ સહરા અને ગોબી તે ભીનાશ પણ ચૂસી લે છે. અને નયન પર તરે છે નરી ખારાશ.. તેથી જ મારે રડવું છે.
View On WordPress
0 notes