Tumgik
aapnugujarat1 · 2 years
Text
અનીસ બઝમી આગામી ફિલ્મમાં વરુણને કાસ્ટ કરશે
Tumblr media
ફિલ્મમેકર અનિસ બઝમી પોતાની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોને કારણે ઓળખાય છે. અનિસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ હજી પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. આટલુ જ નહીં, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે અને ત્યાં પણ તે ટ્રેન્ડ થઈ રહી છે. ફિલ્મ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનને લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ અનિસ બઝમી પોતાની અપકમિંગ ફિલ્મમાં વરુણ ધવનને લેવાના હોવાની જાણકારી સામે આવી રહી છે. વરુણ ધવનની કોમેડી ટાઈમિંગના વખાણ થતા હોય છે. તેણે અત્યાર સુધી ઘણી સારી કોમેડી ફિલ્મો આપી છે. એક રિપોર્ટ અનુસાર, વરુણ ધવન અને અનિસ બઝમી હવે એક ફિલ્મ પર કામ કરવાની યોજના ઘડી રહ્યા છે. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, અનિસ બઝમીએ પોતાની અપકમિંગ ફિલ્મની તૈયારી શરુ કરી દીધી છે. આ ફિલ્મમાં લીડ રોલ તરીકે વરુણ ધવનને લેવાની યોજના મેકર્સની છે. સૂત્રો જણાવે છે કે, તાજેતરમાં જ બન્ને એકબીજા સાથે મળ્યા હતા અને એક કોમેડિ ફિલ્મ પર સાથે કામ કરવા બાબતે સહમતિ દર્શાવી હતી. જ્યારે બન્નેના વર્તમાન વર્ક કમિટમેન્ટ્‌સ પૂરા થઈ જશે ત્યારે તેઓ આ પ્રોજેક્ટ પર કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભલે વરુણ અને અનીસે એક સાથે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યુ, પરંતુ તેમની ઘણી સારી મિત્રતા છે. અનીસ અત્યારે નો એન્ટ્રીની સિક્વલ બનાવવાના છે અને પછી તે વરુણ ધવન સાથે કામ કરશે. નો એન્ટ્રીની સિક્વલમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન ટ્રિપલ રોલમાં જોવા મળશે. વરુણ ધવન તાજેતરમાં જ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી, નીતૂ કપૂર અને અનિલ કપૂર પણ હતા. ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. પાછલા આઠ દિવસમાં આ ફિલ્મ ૫૫ કરોડ કમાણી કરી ચૂકી છે અને હજી તે બોક્સઓફિસ પર ઉપલબ્ધ છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
એકનાથ શિંદેએ ૧૬૪ મત સાથે ફ્લોર ટેસ્ટ જીતી લીધો
Tumblr media
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય ખેલના આજે ફાઈનલ મેચમાં એકનાથ શિંદે મેન ઓફ ધ મેચ બનીને આવ્યા છે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રમાં બનેલી એકનાથ શિંદે સરકારના પક્ષમાં વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ દરમિયાન ૧૬૪ મત પડ્યા હતા. જ્યારે મહારાષ્ટમાં કુલ ૨૮૮ બેઠકોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૪૫ એ જાદુઈ આંકડો છે. તેવામાં કહી શકાય કે શિંદે સરકારે આજે તેની બીજી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. રવિવારે વિધાનસભાના નવા અધ્યક્ષ મામલે વોટિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે વિરોધ પક્ષના ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના ઉમેદવાર રાજન સાલ્વી વિરુદ્ધ ૧૬૪ મત મેળવીને જીત્યા હતા. રાજન સાલ્વીને ૧૦૭ મત મળ્યા હતા. તેવામાં આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિંદે સરકારે બીજી પરીક્ષા પણ પાસ કરી લીધી છે. શિંદે સરકારે સદનમાં બહુમત મેળવ્યો છે. કુલ ૧૬૪ ધારાસભ્યોએ વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ દરમિયાન શિંદેના પક્ષમાં મતદાન કર્યું છે. મહત્વનું છે કે વિશ્વાસ પ્રસ્તાવ માટે ધ્વની મતનો વિપક્ષ દ્વારા તીવ્ર વિરોધ બાદ દરેક ધારાસભ્ય પાસે જઈને તેમનો મત લેવામાં આવ્યો હતો અને આ રીતે વોટિંગમાં પણ શિંદે સરકારના પક્ષમાં ૧૬૪ મત પડ્યા હતા જે બહુમતના ૧૪૫ મત કરતા ઘણો મોટો આંકડો હતો. આ દરમિયાન મહાવિકાસ આઘાડી જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણ પક્ષો છે તેમને આજે પણ મોટો ઝટકો લાગ્યો હતો. જે તે પક્ષો તરફથી પોતાના ધારાસભ્યોને વ્હીપ હોવા છતા આજે આઠ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો છે. જેમાં અશોક ચવ્હાણ જેવા દિગ્ગજ નેતા પણ સામેલ છે. જ્યારે શિવસેના માટે મોટો ઝટકો એ હતો કે ઉદ્ધવ ઠાકરે જૂથના કહેવાતા ૧૬ ધારાસભ્યો પૈકી એક સંતોષ બાંગર જેઓ હજુ થોડા દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેના ઉલ્લેખ સાથે જાહેરમાં રડ્યા હતા અને તેમના પ્રત્યે પોતાની વફાદારી જાહેર કરી હતી તેમણે પણ આજે શિંદે પક્ષમાં વોટિંગ કર્યાના અહેવાલ સાંપડી રહ્યા છે. જ્યારે બહુજન વિકાસ આઘાડીના ત્રણ ધારાસભ્યોએ પણ શિંદે સરકારના પક્ષમાં વોટિંગ કર્યું હતું. જ્યારે સમાજવાદી પાર્ટીના અબૂ આસિમ આઝમી સહિત બંને ધારાસભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. આ તરફ વિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ કે જે આ સરકારમાં ડે. સીએમ પદ પર છે તેમણે સદનમાં આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે પોતાનો આનંદ જાહેર કરતા જે ધારાસભ્યોએ શિંદે સરકારના સમર્થનમાં મતદાન કર્યું હતું તેમનો આભાર માન્યો હતો. તેમજ કહ્યું હતું કે અમે એ અદૃશ્ય તાકાતનો પણ આભાર માનીએ છીએ જેમણે અમારું સમર્થન કર્યું. આમ ફડણવીસનો ઈશારો એ વાત તરફ હતો જે આસામમાં રહેવા દરમિયાન એકનાથ શિંદેએ પોતાના સાથી ધારાસભ્યોને કહી હતી કે તેમને આ બળવો કરવા માટે એક અદૃશ્ય મહાશક્તિ મદદ કરી રહી છે. બીજી તરફ વિરોધમાં ફક્ત ૯૯ મત પડ્યા છે અને ઓખો વિપક્ષ બે આંકડામાં જ સમાપ્ત થયો છે. ૧૦૦નો આંકડો પણ પાર કરી શક્યો નથી તે જોતા ઉદ્ધવ ઠાકરે માટે આગામી સમય વધુ સમસ્યા અને મુશ્કેલી લઈને આવે તો નવાઈ નહીં. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
ઝલક દિખલા જા માધુરી જજ કરશે
Tumblr media
સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા આશરે પાંચ વર્ષ બાદ સ્મોલ સ્ક્રીન પર કમબેક કરવાનો છે. શોની આગામી સીઝનમાં જજ તરીકે કાજોલ ખુરશી સંભાળશે તેવી ચર્ચા થઈ રહી હતી અને તે ટીવી પર જોવા માટે ચાહકો પણ આતુર હતા. જો કે, લેટેસ્ટ ખબર પ્રમાણે કાજોલ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલા ’ઝલક દિખલા જા ૧૦’નો ભાગ બનવાની નથી. કાજોલના સ્થાને માધુરી દીક્ષિતનું નામ ફાઈનલ થયું છે. શું કાજોલે કોઈ કારણથી શો કરવાની ના પાડી? લાગે છે તો તેવું જ. જણાવી દઈએ કે, ’જલક દિખલા જા’ની નવમી સીઝન વર્ષ ૨૦૧૭માં આવી હતી. વર્ષ ૨૦૧૪ સુધી માધુરી દીક્ષિત ડાન્સ રિયાલિટી શોનો ભાગ હતી, ત્યારબાદ શાહિદ કપૂર અને જેક્લીન ફર્નાન્ડિસ જજ તરીકે દેખાયા હતા. પરંતુ આ સીઝનમાં હવે શાહિદ કે જેક્લીન પણ નહીં જોવા મળે. માધુરી દીક્ષિત સાથેની ડીલ થોડા દિવસ પહેલા જ ફાઈનલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ’તેના માટે, ઘરે પરત આવવા જેવું છે. તેણે જેટલી પણ સીઝન જજ કરી તેને પૂરતો ન્યાય આપ્યો હતો અને સારું કામ કર્યું હતું. આ વખતે પણ અપવાદ નહીં બને તેવી આશા રાખવામાં આવી રહી છે. જજ તરીકે કાજોલને જોવી પણ એટલું જ રોમાંચક રહ્યું હોત, પરંતુ કેટલીક બાબતો તમે ધારો છે તે પ્રમાણે થતી નથી. ’ઝલક દિખલા જા’માં ડ્રામા શરૂ થવા તરફ અમે જોઈ રહ્યા છીએ. હજી બે મહિનાની વાર છે’, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ ડાન્સ રિયાલિટી શો નેશનલ ટેલિવિઝન પર ઘણો પોપ્યુલર રહ્યો છે. માધુરી દીક્ષિતની એન્ટ્રીથી ક્રૂ પણ ઉત્સાહિત છે અને શોની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, માધુરી દીક્ષિત ખૂબ જલ્દી ફિલ્મ ’મેરે પાસ મા હૈ’માં જોવા મળશે. જેનું મોટાભાગનું શૂટિંગ તેણે ગુજરાતમાં કર્યું હતું. છેલ્લે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સીરિઝ ’ફેમ ગેમ’માં જોવા મળી હતી. બીજી તરફ કાજોલની વાત કરીએ તો, તે ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ’તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર’માં અજય દેવગણ અને સૈફ અલી ખાન સાથે દેખાઈ હતી. જેમાં તેણે સાવિત્રીબાઈનું પાત્ર ભજવ્યું હતું. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ સૌથી મજબૂત
Tumblr media
દેશમાં રાષ્ટ્રપતિની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની ચર્ચા થઇ રહી છે. ભારતના હાલના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ૧૧ ઓગસ્ટના રોજ નિવૃત થઇ રહ્યા છે. એવામાં હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. તેને લઇને રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે. ૧૮ જુલાઇએ યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપ જ્યાં અન્ય પાર્ટીના સમર્થનની જરૂર પડશે, પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપને પોતાના ઉમેદવારને જીતાડવા માટે પર્યાપ્ત વોટ નથી. આવો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત સમજીએ છીએ. જેમ જેમ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવી રહી છે, તમામ રાજકીય પાર્ટીઓએ તેને લઇને ઉમેદવારોનું મંથન શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો ઉપરાષ્ટ્રપતિ માટે કેટલાક નામ પણ સામે આવ્યા છે. પરંતુ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું ગણિત સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભાજપને આ ચૂંટણીમાં કોઇ વાંધો નથી. ભાજપને જીતવા માટે કોઇ અન્ય પાર્ટીઓના સમર્થનની પણ જરૂર નહી પડે. તમને જણાવી દઇએ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત મનોનીત સાંસદ સહિત ફક્ત લોકસભા અને રાજ્યસભાના સાંસદ જ વોટીંગ કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભાના ૫૪૩ અને રાજ્યસભામાં ૨૩૨ સાંસદ વોટ કરે છે. આ વર્ષે થયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને ૩ સીટોનું નુકસાન થયું છે. ત્યારબાદ રાજ્યસભામાં ભાજપ પાસે ફક્ત ૯૨ સાંસદ બચ્યા છે. તો બીજી તરફ નીચલા સદન લોકસભામાં ભાજપ અને એનડીએ પાસે બહુમ છે. તાજેતરમાં જ થયેલી પેટાચૂંટણીમાં ભાજપને બે સીટ પ્રાપ્ત થઇ છે. જો ભાજપના લોકસભા અને રાજ્યસભાના કુલ સાંસદોને સંખ્યાને જોડવામાં આવે, તો તે ૩૯૫ જીત હોય છે. તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે ૩૮૮ વોટ જોઇએ. એટલે કે ભાજપ પાસે જરૂરી વોટથી ૭ વોટ વધુ છે. આ પ્રકારે કહેવામાં આવી શકે છે કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નક્કી છે. તમને જણાવી દઇએ કે ૨૦૨૨ ના ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે અધિસૂચના જાહેર કરી છે. ૬ ઓગસ્ટને તેના માટે મતદાન થશે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
NDRFની ટીમોને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં મોકલાઈ
Tumblr media
આખા ગુજરાતમાં ચોમાસું એક્ટિવ થઈ ગયું છે આ સાથે સૌરાષ્ટ્ર તથા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, તાપી, નવસારી, દમણ તથા બનાસકાંઠામાં તોફાની વરસાદની આગાહી છે. જ્યારે આ સિવાય આગામી અઠવાડિયાની શરુઆતમાં પણ ભારે વરસાદ રહેવાની આગાહી છે. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે ભારે વરસાદની સાથે નદી-નાળા છલકાશે તેમ પણ જણાવ્યું છે. ઉપરવાસમાં થનારા ભારે વરસાદના લીધે નર્મદા અને તાપી નદીનું જળસ્તર વધશે તેમ તેઓ જણાવી રહ્યા છે. હવામાન વિભાગે પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને દ્ગડ્ઢઇહ્લની ટીમોને રાજ્યમાં ઉતારવામાં આવી છે. જેમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ટીમો મોકલવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લની ૧૦ ટીકડીઓને હાલ ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની આગાહીને જોતા ઉતારવામાં આવી છે, જેમાંથી વડોરાથી ૫ ટીમોને અલગ-અલગ જગ્યાઓ પર રવાના કરવામાં આવી છે, ત્રણ ટીમો રાજકોટ જ્યારે એક ટીમ સુરત મોકલવામાં આવી છે. આ સિવાય એક ટીમને બનાસકાંઠા મોકલવામાં આવી છે. આ પહેલાથી ગીર સોમનાથ, નવસારી અને આણંદમાં એક-એક ટીમ રવાના કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતમાં સ્થાનિકોને મદદરૂપ થઈ શકે તે માટે આ ટીમોને અત્યાધુનિક સાધનો સાથે ડિપ્લોટ કરવામાં આવી છે. આ ટીમોને અલગ-અલગ જગ્યા પર મૂકવામાં આવી છે અને રાજ્ય સરકારના આદેશના આધારે ટીમો કામગીરી કરશે. હવામાનની ખાનગી વેબસાઈટ વિન્ડીની આગાહી પ્રમાણે અમદાવાદ શહેર સહિત રાજ્યના મધ્યભાગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ પછી એટલે કે ૧૦ તારીખની આસપાસ અમદાવાદ સહિત રાજ્યભારમાં ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના ઘણાં ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે, અમદાવાદના કેટલાક ભાગોમાં હજુ ઓછો વરસાદ રહેશે. પરંતુ ધીમે-ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થતા આગામી તારીખ ૧૦-૧૫ જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે. ૧૦-૧૫ તારીખ દરમિયાન કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ભારે વરસાદના લીધે નદી, નાળા છલકાશે તેવી પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક : આપણે બીજાની ભૂલોમાંથી શીખવાનું છે
Tumblr media
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સભ્યોને ’સ્નેહ યાત્રા’ કરવા અને સમાજના બધા વર્ગો સુધી પહોંચવા કહ્યું. પીએમ મોદીએ હૈદરાબાદને ભાગ્યનગર જણાવ્યું. તેમણે કહ્યું કે, આપણે અગાઉની સરકારો અને બીજા પક્ષોની મજાક ઉડાવવાની નથી, પરંતુ તેમની ભૂલોમાંથી શીખવાનું છે. તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકના બીજી અને છેલ્લા દિવસે પીએમ મોદીએ પોતાનું સંબોધન કર્યું. પીએમએ આ દરમિયાન હૈદરાબાદને ભાગ્યનગર જણાવતા કહ્યું કે, તેને ભાગ્યનગર કહેવું એટલા માટે મહત્વપૂર્ણ છે કે, ભાજપના બાકી નેતા પણ તેનું નામ ભાગ્યનગર કરવાની વકીલાત કરી ચૂક્યા છે. પીએમએ કહ્યું કે, ’મુખ્યમંત્રી યોગીએ પણ તેને ભાગ્યનગર કહીને સંબોધિત કરી હતી.’ તે ઉપરાતં ભાજપની આ બેઠકમાં પીએમ મોદીએ પાર્ટીના બધા કાર્યકર્તાઓને સ્નેહ યાત્રા યોજવા કહ્યું છે, જેનાથી તે સમાજના દરેક વર્ગ સુધી પહોંચી શકે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે બેઠકમાં પીએમ મોદીએ કયા કયા સંદેશ આપ્યા તે અંગે જણાવ્યું. રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ’પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા. તેમણે આટલા પડકારો પછી પણ સારો કાર્યક્રમ આયોજિત કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, હૈદરાબાદ ભાગ્યનગર છે, જે આપણા બધા માટે મહત્વ રાખે છે. સરદાર પટેલે હૈદરાબાદમાં એક ભારતનો પાયો નાખ્યો હતો, જેને તોડવાનો ઘણો પ્રયાસ થયો. હવે, ભાજપના ખભા પર એક ભારતથી શ્રેષ્ઠ ભારત બનવાની યાત્રાને પૂરી કરવાની જવાબદારી છે.’રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ’પીએમ મોદીએ દેશમાં ભાજપના ઝડપથી વિસ્તારનો ઉલ્લેખ કર્યો. તેમણે તેલંગણા, પશ્ચિમ બંગાળ, કેરળ જેવા રાજ્યોમાં બધા પાર્ટી કાર્યકર્તાઓના સાહસના ઘણા ગર્વથી વખાણ કર્યા.’ હૈદરાબાદમાં ભાજપની ૨ દિવસની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકમાં પીએમ મોદીએ ઘણી મોટી વાતો કરી તેમણે ઈશારા-ઈશારામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, ’જે પાર્ટીઓએ ભારતમાં લાંબા સમય સુધી શાસન કર્યું, તેના હાલ આપણે જોઈ રહ્યા છીએ. આપણે તેમની મજાક નથી ઉડાવવાની, પરંતુ તેમની ભૂલોમાંથી શીખવાનું છે.’પીએમ મોદીએ કહ્યું કે, ’વંશવાદી રાજનીતિ, વંશવાદી રાજકીય પક્ષોથી દેશ કંટાળી ગયો છે. આવી પાર્ટીઓ માટે લાંબા સમય સુધી ટકવું મુશ્કેલ છે.’ તે ઉપરાંત પીએમ મોદીએ કહ્યું કે, ’વિપક્ષી પાર્ટીઓ આપણી લોકશાહી શાખ પર સવાલ ઉઠાવે છે. હું પૂછું છું કે, તેમના સમયમાં લોકશાહીની શું સ્થિતિ હતી.’ ઉલ્��ેખનીય છે કે, ૩ જુલાઇ)ના રોજ હૈદરાબાદમાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરી. પીએમએ સંબોધનમાં હૈદરાબાદને ભાગ્યનગર કરીને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે ભાગ્યનગરમાં જ સરદાર પટેલે ’એક ભારત શ્રેષ્ઠ ભારત’નો નારો આપ્યો હતો. અમારી એક જ વિચાર ધારા છે- નેશન ફર્સ્ટ, અમારો એક જ કાર્યક્રમ છે- તુષ્ટિકરણ ખતમ કરી અમે તૃપ્તિકરણનો રસ્તો અપનાવ્યો. આ પહેલાં તેમણે બેઠકમાં એનડીએની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીની પ્રશંસા કરી અને તેને ઐતિહાસિક ગણાવી. તેલંગાણાના હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે પીએમની ટિપ્પણી સામે આવી છે. એએનઆઇના અનુસાર પીએમએ દ્રૌપદી મુર્મૂની વિનમ્ર શરૂઆત અને જીવનભર તેમના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ પાર્ટી કેડર સાથે લોકોની વચ્ચે તેમના જીવનના સંઘર્ષ અને સાદગી પર ભાર મુકવા કહ્યું. પીએમ મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને એ પણ કહ્યું કે જો ૧૮ જુલાઇના રોજ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ ચૂંટાય છે તો દેશની પ્રથમ આદિવાસી મહિલા અધ્યક્ષ બનવા માટે દેશ માટે સન્માનની વાત છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જીવનભર સંઘર્ષ કરવા છતાં દ્રૌપદી મુર્મૂ તે પ્રાપ્ત કરવામાં અસફળ ન થઇ જેના માટે તે ઉભી રહી. તેમણે એ પણ કહ્યું કે દ્રૌપદી મુર્મૂએ જીવનભર સમાજના તે વર્ગના ઉત્થાન માટે કામ કર્યું. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ રાષ્ટ્રપતિ ચૂંટણી ૨૦૨૨ માટે જ્યારે એનડીએ ઉમેદવારના રૂપમાં દ્રૌપદી મુર્મૂનું નામ જાહેર કર્યું હતું, ત્યારે પીએમ મોદીએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ (દ્રૌપદી મુર્મૂ) ની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એક ’મહાન રાષ્ટ્રપતિ’ બનશે. દ્રૌપદી મુર્મૂજીએ પોતાન સમાજની સેવા અને ગરીબો, દલિત લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત કરી દીધું છે. તેમની પાસે સમૃધ્ધ વહિવટી અનુભવ છે અને તેમનો કાર્યકાળ ઉત્કૃટ રહ્યો છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
કન્હૈયાલાલની હત્યા પછી પ્રવાસન ઉદ્યોગને ફટકો
Tumblr media
વેનિસ ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા રાજસ્થાનના લોકપ્રિય શહેર ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાને કારણે દેશભરમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની માઠી અસર ઉદયપુરના ટૂરિઝમ સેક્ટર પર પણ પડી છે. આ ઘટનાને કારણે ઉદયપુર ફરવા માટે આવનારા અડધાથી વધારે પર્યટકોએ આગામી બે મહિનાઓમાં કરાવેલા એડવાન્સ બુકિંગ કેન્સલ કર્યા છે. ઉદયપુર શહેરમાં મોટાભાગના લોકો માટે ટૂરિઝમ ગુજરાન ચલાવવાનો મુખ્ય સ્ત્રોત છે અને તેની સાથે જોડાયેલા લોકોને ભય છે કે આ ઘટનાને કારણે આ શહેરની ઈમેજને મોટા પાયે નુકસાન પહોંચી શકે છે. સપ્ટમેબરમાં ટૂરિસ્ટ સિઝન શરુ થવાની છે ત્યારે તેઓ આ નેગેટિવ ઈમેજને કારણે ચિંતામાં મૂકાયા છે. ઉદયપુરના હોટલ અસોસિએશનના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને કારોહી હવેલી હોટલના માલિક સુદર્શન દેવ સિંહ જણાવે છે કે, આ ઘટના પછી લોકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરવાની શરુઆત કરી દીધી છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસાની ઋતુ હોવાને કારણે વીકેન્ડ માટે મારી પાસે સારા પ્રમાણમાં ટૂરિસ્ટ આવવાના હતા, પરંતુ આ ઘટના પછી આવનારા બે મહિના માટે પચાસ ટકાથી વધારે બુકિંગ કેન્સલ થઈ ગયા છે. કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગ પહેલાથી પ્રભાવિત હતો અને આ વર્ષે વધારે સારા વેપારની આશા હતી. પરંતુ આ ઘટના પછી ઉદયપરની ઈમેજ પ્રભાવિત થઈ છે. જયપુરમાં રાજસ્થાન અસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સના સચિવ સંજય કૌશક જણાવે છે કે, ઉદયપુર એક શાંતિપૂર્ણ શહેર રહ્યું છે અને અહીં આ પ્રકારની ઘટના આજ સુધી નથી બની. આ માત્ર ઉદયપુર જ નહીં, સમગ્ર રાજસ્થાન માટે ફટકો છે. અહીં પર્યટન એક મુખ્ય ઉદ્યોગ છે. ઉદયપુર આવનારા પર્યટકો આ ઘટનાને કારણે બુકિંગ કેન્સલ કરી રહ્યા છે. ઉદયપુરમાં આકર્ષણના સ્થળો હોવાની સાથે સાથે અહીંનું શાંતિપૂર્વકનું વાતાવરણ લોકોને આકર્ષિત કરે છે. પરંતુ આ ઘટનાને કારણે નકારાત્મક પ્રભાવ પડ્યો છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકરની જીત
Tumblr media
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ અને સીએમ એકનાથ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભામાં મત ગણતરીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. વોટિંગમાં રાહુલ નાર્વેકરને બહુમતીનો આંકડો મળ્યો છે. રાહુલ નાર્વેકરની તરફેણમાં ૧૬૪ મત પડ્યા હતા. રાહુલ નાર્વેકરે વિપક્ષના ઉમેદવાર રાજન સાલ્વીને હરાવ્યા છે. રાજન સાલ્વી બહુમતીના આંકડા સુધી પણ પહોંચી શક્યા નથી. જો કે પહેલાથી જ એવી ધારણા હતી કે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં રાહુલ નાર્વેકર જીતશે. આંકડા તેમની તરફેણમાં હતા. તમને જણાવી દઈએ કે રાહુલ નાર્વેકર મુંબઈની કોલાબા વિધાનસભાથી ભાજપના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૧૯ માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. અગાઉ રાહુલ નાર્વેકર એનસીપી અને શિવસેના સાથે સંકળાયેલા છે. જાણો લો કે રાહુલ નાર્વેકર કોલાબાના ધારાસભ્ય છે. બીજેપીમાં જોડાતા પહેલા તેઓ એનસીપી અને શિવસેના સાથે પણ ગાઢ સંબંધ ધરાવતા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલ નાર્વેકર દ્ગઝ્રઁના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામરાજકે નાઈકના જમાઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ના એક વર્ષ પહેલા રાહુલ નાર્વેકર ભાજપમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા અને હવે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા છે. રાહુલ નાર્વેકર શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા. રાહુલ શિવસેના યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. ૨૦૧૪માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા. તે દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણી લડવાનો દાવો રજૂ કર્યો હતો પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. શિવસેનાએ ટિકિટ માટે ઇનકાર કર્યા બાદ રાહુલ નાર્વેકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. એનસીપીએ માવલ લોકસભા સીટ પરથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ રાહુલને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રાહુલ ભાજપમાં જોડાયા હતા. જણાવી દઈએ કે ગત મહાવિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના નેતા નાના પટોલેના રાજીનામા બાદ ફેબ્રુઆરી ૨૦૨૧થી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ હવે સોમવારે ફ્લોર ટેસ્ટ યોજાનાર છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
જાડેજાએ ઇંગ્લેન્ડમાં ફટકારેલી સદી સૌથી શાનદાર ગણાવી
Tumblr media
ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચ પર ભારતીય ટીમે પોતાની પકડ મજબૂત કરી છે. મેચમાં રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ રમી. તેણે શાનદાર ૧૯૪ બોલમાં ૧૦૪ રન બનાવ્યા. રવિન્દ્ર જાડેજાએ સદી ફટકાર્યા બાદ મોટું નિવદેન આપ્યું છે. તેણે કહ્યું કે, ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં સદી ફટકારવાથી બેટ્‌સમેન તરીકે તેની પ્રતિષ્ઠામાં જ વધારો નહીં થાય પરંતુ આ તેના કરિયરમાં આત્મવિશ્વાસ વધારવાનું પણ કામ કરશે. રવિન્દ્ર જાડેજાની આ વિદેશમાં પહેલી સદી હતી. તેણે એજબેસ્ટનમાં ત્રીજા દિવસની રમત બાદ કહ્યું, હું ખુબ જ ખુશ છું કે હું ભારત બહાર સદી મારી અને તે પણ ઇંગ્લેન્ડમાં. એક ખેલાડી માટે આ મોટી વાત છે. જાડેજાએ કહ્યું કે, હું ઇંગ્લેન્ડમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફટકારેલી આ સદીને આત્મવિશ્વાસ વધારવા તરીકે લઈશ. રવિન્દ્ર જાડેજાએ કહ્યુ��, ઇંગ્લેન્ડમાં તમારે તમારા શરીરની નજીક રમવું પડશે, કેમ કે જો તમે કવર ડ્રાઈવ અને સ્ક્વેર ડ્રાઈવ રમવાનો પ્રયત્ન કરશો તો તમારી વિકેટ પાછળ અને સ્લિપમાં જવાની તકો છે અને તમે આઉટ થઈ શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં રવિન્દ્ર જાડેજાની બેટિંગમાં ઘણો સુધારો થયો છે. તેમણે કહ્યું- આથી મારું ધ્યાન ઓફ-સ્ટંપથી બહાર જતા બોલને છોડવાનું હતું. મેં વિચાર્યું કે તે બોલને હિટ કરીશ જે મારી નજીક હશે અને ભાગ્યશાળી રહ્યો કે જે પણ બોલ રમ્યો, તે મારી નજીક હતા. તમારે તમારા ઓફ સ્ટંપને જાણવાની જરૂર છે અને ઓફ સ્ટંપ બહાર જતા બોલને છોડવાના હોય છે. તેણે કહ્યું- હું વિચારી રહ્યો હતો કે જો મને સારા બોલ મળે છે તો હું કંઈ નહીં કરી શકું, પરંતુ ઓછામાં ઓછું મારે ખરાબ શોટ રમવાનો પ્રયત્ન ન કરવો જોઇએ અને બાઉન્ડ્રી મારવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. જો બોલ મારી રેન્જમાં આવે છે તો જ હું તેને હિટ કરીશ. સૌરાષ્ટ્રના આ ઓલરાઉન્ડરે કહ્યું કે, હું ટેગમાં વિશ્વાસ કરતો નથી. તેણે કહ્યું- હું મારી જાતને કોઈ ટેગ આપવા ઇચ્છતો નથી. ટીમની જે પણ જરૂરિયાત હશે, હું તે અનુસાર રમવાનો પ્રયત્ન કરીશ. એક ઓલરાઉન્ડર તરીકે એવી પણ સ્થિતિ આવે છે, જ્યારે તમારે રન મારવા પડે છે અને ટીમ માટે મેચ બચાવવા અથવા જીતવી પડે છે. તેણે કહ્યું- બોલિંગમાં તમારી પાસે વિકેટ લેવાની આશા રાખવામાં આવે છે. ટીમને જે પણ જરૂરિયાત હોય છે, હું તે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરું છું. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
કન્હૈયાલાલ હત્યા કેસનો આરોપી ટ્રેનિંગ માટે પાકિસ્તાન ગયો હતો
Tumblr media
કન્હૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસને દાવત-એ-ઈસ્લામીની તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને દ્ગૈંછ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બે મૌલાના અને બે વકીલ પણ આ કાવતરામાં સામેલ છે, તેમને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓની એક મીટિંગ થઈ હતી જેમાં રિયાઝ અત્તારીએ ટેલર કન્હૈયાલાલની હત્યાની જવાબદારી લીધી હતી. આ મીટિંગમાં રિયાઝ, મોહમ્મદ ગૌસ, આસિફ અને મોહસીન હાજર હતા. કન્હૈયાલાલની દુકાનથી માત્ર ૫૦૦ દૂર પડોશમાં મોહસીનની દુકાન અને આસિફના રૂમમાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલર કન્હૈયાલાલની હત્યાના ચાર આરોપીઓને શનિવારે દ્ગૈંછ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બે આરોપી રિયાઝ, મોહમ્મદ ગૌસની ધરપકડ કરી લીધી હતી. બંને આરોપીઓએ હત્યા કર્યા બાદ વીડિયો શેર કર્યો હતો. પછી રાજસ્થાન છ્‌જીએ શુક્રવારે અન્ય બે આરોપી મોહસીન અને આસિફની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કન્હૈયા લાલની હત્યામાં જે ખંજરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ઉત્તર પ્રદેશના કાનપુરથી આવ્યું હતું. આ હથિયારોને ઉદયપુરમાં એસકે એન્જિનિયરિંગ નામની ફેક્ટરીમાં ધાર કાઢવામાં આવી હતી. આ હથિયારોની તસવીર એક વોટ્‌સએપ ગ્રુપમાં શેર કરવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના કેટલાક નંબરો જોડાયેલા હતા. આ ખુલાસા બાદ હત્યારાઓનું પાકિસ્તાન કનેક્શનનો મામલો વધુ નક્કર બન્યો. તમને જણાવી દઈએ કે કાનપુરમાં જ દાવત-એ-ઈસ્લામિયા નામના પાકિસ્તાની કટ્ટરપંથી સંગઠનનું મુખ્યાલય છે. અત્યાર સુધીની તપાસમાં ગોસ મોહમ્મદને કન્હૈયા લાલની હત્યાના કાવતરાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, જેને રિયાઝ અને અન્ય લોકોની મદદથી અંજામ આપવામાં આવ્યું હતું. લગભગ ૪૦ લોકોની વિગતો તપાસ એજન્સીઓ પાસે ઉપલબ્ધ છે, તે બધા ગોસ મોહમ્મદ અને રિયાઝના કહેવા પર સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા. આ તમામ ૪૦ લોકો ઉદયપુર અને તેની આસપાસના વિસ્તારના રહેવાસી છે. આરોપીઓને પકડવા માટે તપાસ એજન્સીઓ તેમના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. મોટા ભાગના આરોપીઓ ઉદયપુર નજીક સિલાવતવાડી, ખાનજીપીર અને સવિનાના રહેવાસી છે. આ તમામ ગોસ અને રિયાઝના વોટ્‌સએપ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. રિયાઝ અને ગોસ મોહમ્મદના મોબાઈલમાંથી પાકિસ્તાની મૌલવીઓના ઝેરી અને ઉશ્કેરણીજનક ભાષણો ધરાવતી સેંકડો વીડિયો ક્લિપ્સ પણ મળી આવી છે. આમાં કેટલાક વીડિયોમાં લૉન વુલ્ફ એટેક અને આતંકવાદી હુમલાની પદ્ધતિઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશમાં પૂરે મુશ્કેલી ઉભી કરી
Tumblr media
ઓસ્ટ્રેલિયાના સિડનીનો ડેમ રાતોરાત છલકાતા શહેરમાં વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, જેમાં ન્યૂ સાઉથ વેલમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, અહીં વરસાદના કારણે જીવનું જોખમ ઉભી થવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સના લોકો દરિયા કિનારા પાસે ન્યૂકેસ્ટલ અને બેટમેન્સ બેની વચ્ચે રહે છે, અહીંનું વાતાવરણ ઘણું જોખમી બની ગયું છે, જ્યારે આગામી ૨૪ કલાકમાં સ્થિતિ વધારે કપરી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોર્થ રિચમોન્ડમાં આવેલી હાવકેસબરી નદીમાં ભારે પૂરની સ્થિતિ છે, અગાઉના માર્ચ ૨૦૨૧, માર્ચ ૨૦૨૨ અને એપ્રિલ ૨૦૨૨ની જેમ આજે રાત્રે પણ પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અહીંનું વહીવટી તંત્ર પણ પૂરની સ્થિતિને જોતા એક્ટિવ થઈ ગયું છે અને જે વિસ્તારોમાં સ્થિતિ જીવલેણ બનવાની સંભાવના છે ત્યાંથી લોકોને દૂર જતા રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદ થવાની અને પૂરની સ્થિતિની સાથે ભૂસ્ખલન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અહીંથી ૯,૫૦૦ જેટલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે, ન્યૂ સાઉથ વેલ્સના લોકોને તાત્કાલિક જગ્યા છોડવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે આ કુદરતી આફત જીવલેણ સાબિત થઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સિડનીના ન્યૂ સાઉથ વેલ્સમાં હજારો લોકો લો-લાઈંગ વિસ્તારમાં રહે છે, અને તેમના માટે પૂર જીવનું જોખમ ઉભું કરી શકે છે. પૂરની સ્થિતિના કારણે કેમડેન, વોરોનોરા, ચિપ્પિંગ નોરટોન, જીયોરગેસ હોલ, લાન્સવેલ, મૂરેબેંક, વારવિક ફાર્મ, પેનરિથ અને ઈમુ પ્લેઈન્સ જેવા વિસ્તારોને જોડતા રસ્તાઓ પર પાણી ભરાઈ જાવાથી અને નુકસાન થવાની લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાછલા ૨૪ કલાકમાં સિડનીના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા લોકોના મદદ માટે ૧૪૦૦ જેટલા ઈમર્જન્સી ફોન આવી ગયા છે. આ ફોન કૉલ બાદ હાથ ધરવામાં આવેલી ઈમર્જન્સી સર્વિસમાં ૨૯ લોકોને કપરી પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ઘણાં વિસ્તારમાં ૮ ઈંચ જેટલો ભારે વરસાદ થયા બાદ આ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
જીએસટીથી કેન્દ્રની આવક વધી રાજ્યોની આવકમાં ફેર ન પડ્યો
Tumblr media
દેશમાં કરવેરાની આવક વધશે અને જે રાજ્યો વપરાશકર છે તેમને ફાયદો થશે એવા બે મહત્વના ઉદ્દેશ સામે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અત્યારસુધીમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં નિષ્ફળ રહ્યું હોવાનું તારણ એક અગ્રણી રિસર્ચ એજન્સીના એક અહેવાલમાં બહાર પડ્યું છે. કેન્દ્ર સરકાર દર મહીને કરની આવક વધી રહી છે, નવા વિક્રમી સ્તર સિદ્ધ કરી રહી હોવાની વાત કરી રહી છે. કેન્દ્ર સરકાર તેના આઠ વર્ષની કામગીરીમાં એક દેશ, એક ટેક્સ એટલે કે જીએસટીનો અમલ પણ ગણાવી રહી છે પણ ઇન્ડિયા રેટિંગ્સનો આ અહેવાલ આ દાવા ખોટા હોવાનું તાર્કિક કારણો સાથે સાબિત કરી આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ વચ્ચે રાજ્ય સરકારોની પોતાની કરની આવકમાં રાજ્ય સ્તરના જીએસટી (એસજીએસટી)નો હિસ્સો ૫૫.૪ ટકા જોવા મળ્યો છે જયારે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ વચ્ચે આ હિસ્સો ૫૫.૨ ટકા હોવાનું આ અહેવાલ જણાવે છે. અહેવાલ નોંધે છે કે આ બન્ને સમયગાળામાં એસજીએસટી અને એસજીએસટી સિવાયના કરની આવકનું પ્રમાણ પણ મોટાભાગે સરખું જ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત, રાજ્યોના જીએસટીનો સરેરાશ કરની આવક ૬.૭ ટકાના દરે વધી છે જે આગળના સમય ૨૦૧૪થી ૨૦૧૭ના સમયગાળામાં ૯.૮ ટકાના દરે વધેલી જોવા મળે છે. એટલે કે રાજ્યોના પોતાના કરની આવકમાં જીએસટી આવતા કરની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા રેટિંગ્સ જણાવે છે કે તા.૧ જુલાઈ ૨૦૧૭થી અમલમાં આવેલા આ કરની નવી પ્રણાલીમાં હજુ ઘણું કામ બાકી છે એમ કહી શકાય. વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)ના સમયમાં ઉત્પાદન ઉપર કરની આકારણી થતી હતી. ઉત્પાદક રાજ્યો સ્થાનિક ઉત્પાદન ઉપર વેટ લેત્ક હતા અને જયારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ થાય ત્યારે તેના ઉપર બે ટકા કેન્દ્રીય વેચાણ વેરો (સીએસટી) લાદવામાં આવતો હતો. વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમિયાન, જે રાજ્યોને પોતાની કરની આવકમાં ૪.૫ ટકા કરતા વધારે હિસ્સો સીએસટી પાસેથી આવતો હતો તેમાં આસામ, છતીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મેઘાલય, ઉડીશા, સિક્કિમ અને તમિલનાડુનો સમાવેશ થતો હતો. આ રાજ્યોમાંથી કેટલાક રાજ્યો ઉત્પાદક હતા અને કેટલાક વપરાશકર. જીએસટીના અમલ પછી સીએસટીનો હિસ્સો વર્ષ ૨૦૧૭ના ૪.૧૬ ટકા સામે હવે ઘટી માત્ર ૦.૯૫ ટકા જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જીએસટી જ્યાં માલ કે સેવાનો ઉપયોગ અને ઉપભોગ થાય છે ત્યાં આકારવામાં આવે છે એટલે કે ઉત્પાદક કરતા વ્પર્શ્કાર ઉપર ટેક્સનું ભારણ વધારે હોય છે. આવી જ રીતે ઇન્ટીગ્રેટેડ જીએસટી પણ વેચાણ ઉપર લેવામાં આવે છે એટલે એવી આશા હતી કે જીએસટીના અમલ પછી વપરાશ કરતા રાજ્યોની કરની આવકમાં વધારે ઝડપથી વધારો થશે. જોકે, આ ચિત્ર મિશ્ર છે. આસામ, બિહાર, રાજસ્થાન, ઝારખંડ જેવા વપરાશકર રાજ્યોમાં કરની આવક જીએસટીના અમલ પહેલાના સમય કરતા વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૧ વચ્ચે વધી છે જયારે કેરળ, મધ્યપ્રદેશ, ઉડીશા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો કે જે વપરાશકર હોવા છતાં કરની આવક ઘટી છે. ઉત્પાદક રાજ્યોમાં ગુજરાત, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે તો સામે મહારાષ્ટ્ર, તેલંગાના, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોની કરની આવક વધી છે. એટલે એમ કહી શકાય એમ નથી કે ઉત્પાદકોને ફાયદો થયો કે વપરાશકારોને. એમ પણ તારણ નથી મળી રહ્યું કે જીએસટી વપરાશ ઉપરનો ટેક્સ હોવા છતાં વપરાશ કરતા રાજ્યોને એકલાને તેનો લાભ મળ્યો છે. સૌથી મહત્વની વાત છે કે જીએસટીના અમલના કારણે, જે રાજ્ય સ્તરના કરવેરા જીએસટીમાં ભેળવી દેવાયા છે તેના લીધે રાજ્ય સરકારની કરવેરાની આવક ઘટી જવાની ચિંતા હતી. આ ઘટાડા સામે કેન્દ્ર સરકારે બંધારણીય સુધારો કરી વર્ષ ૨૦૧૪થી રાજ્યોની કરવેરાની આવક સામે પ્રતિ વર્ષ ૧૪ ટકાની વૃદ્ધિ સાથે વળતર આપવાનું વચન આપ્યું હતું, જીએસટીની આવક કરતા અગાઉની પ્રણાલી અનુસાર કરવેરાની આવક વધારે હોય તો વળતર મળે અને જો જીએસટીની આવક વધે અને જૂની આવક ઓછી હોય તો વળતર મળે નહી. આ વળતરની મુદ્દત પાંચ વર્ષ સુધી નિયત કરવામાં આવી હતી જે તા.૩૦ જૂન ૨૦૨૨ના પૂર્ણ થાય છે. રાજ્ય સરકાર આવક વધી નહી હોવાથી આ મુદ્દત વધે એ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૨ વચ્ચે સરેરાશ ૧૪ ટકાની વૃદ્ધિ ૧૭ જેટલા રાજ્યોમાં જોવા મળી નથી. આ ૧૭ રાજ્યોની જીએસટીની આવક સરેરાશ ૧૦ ટકા જેટલી જોવા મળે છે. ઉત્તરાખંડ એવું રાજ્ય છે કે જ્યાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ વચ્ચે જીએસટીની આવક વધવાના બદલે ૪.૨ ટકા ઘટી છે! જે રાજ્યોમાં કરવેરાની આવક સૌથી વધી છે તેમાં ઉડીશાનો સમાવેશ થાય છે. ઉડીશામાં આ સમયગાળામાં ૨૦.૦૬ ટકા કરવેરાની આવક વધી છે. બિહારમાં ૧૩.૮૯ ટકા અને આસામ, આંધ્ર પ્રદેશ, છતીસગઢ જેવા રાજ્યોમાં સરેરાશ ૧૦ ટકા કરતા વધારે આવક વધી છે. દરેક રાજ્ય માટે સ્થાનિક કરવેરાની આવક વિકાસ કાર્યો માટે સૌથી મહત્વની હોય છે જો આવક ઘટે તો તેમને દેવું કરવું પડે છે. દેવાનું ભારણ વધે નહી એટલા માટે જ વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં રૂ.૪૯,૦૦૦ કરોડનું વળતર ચુકવ્યું હતું જે પછીના વર્ષે વધી રૂ.૮૩,૦૦૦ કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૧.૬૫ લાખ કરોડ, વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૨.૭૮ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૨.૩૯ લાખ કરોડ થયું છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
નુપૂર શર્મા ટીવી પર આવીને જાહેરમાં માફી માંગે : સુપ્રીમ
Tumblr media
સમગ્ર ભારતમાં અશાંતિ અને અરાજકતાનો માહોલ ઉભી કરનાર મહોમ્મદ પયગંબર પરની ટિપ્પણીને લઈને સુપ્રિમ કોર્ટે નુપુર શર્મા સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કડક શબ્દોમાં ઝાટકણી કરતા કહ્યું કે બીજેપીની પૂર્વ પ્રવકત્તા નુપુર શર્માએ કરેલ વિવાદિત ટિપ્પણીને કારણે સમગ્ર દેશનું સામાજિક સૌર્હાદ્ય ખરડાયું છે. સર્વોચ્ચ અદાલતે આજે નુપુર શર્મા અને નવીન જિંદાલ સામે થયેલ દેશભરના તમામ કેસોને સુપ્રિમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી અરજીની સુનાવણીમાં કહ્યું કે નુપુર શર્માએ પયગંબર સામે કરેલ વિવાદિત ટિપ્પણી માટે સમગ્ર દેશની માફી માંગવી જોઇએ. શર્માએ ઓનસ્ક્રિન ટીવી પર આવીને જાહેરમાં માફી માંગવી જોઈએ. નુપુરને ખતરો છે કે નુપુર શર્મા દેશની શાંતિ અને સુરક્ષા માટે ખતરો બની ગઈ છે? જે રીતે તેણીએ દેશભરમાં લાગણીઓ પ્રજ્વલિત કરી છે. દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે આ મહિલા એકલા હાથે જવાબદાર છે. અમે ટીવી ડીબેટ જોઈ છેપ..નુપુર શર્મીએ દેશની માફી માગવી જોઈએ, સુપ્રિમકોર્ટે કહ્યું. કડક શબ્દોમાં દાખલો બેસાડતા સુપ્રિમ કોર્ટના જજે કહ્યું કે દેશભરમાં હાલ ફેલાયેલ અશાંતિ અને અરાજકતાના માહોલ માટે તેમનું નિવેદન જવાબદાર છે. આ સિવાય તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં બનેલ ઝઘન્ય ઘટના બની તેના માટે પણ નુપુર શર્માને જવાબદાર ઠેરવી શકાય. દેશની વર્તમાન સ્થિતિ જોઈને ગુસ્સે થયેલ જસ્ટિસ કાંતે કહ્યું કે જો તે પાર્ટીના પ્રવક્તા હોય તો શું ભાજપના આ સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા માને છે કે તેમની પાસે સત્તાનું સમર્થન છે તો ગમે તેમ બફાટ કરી શકે ? લો એન્ડ ઓર્ડરને માન આપ્યા વિના કોઈપણ નિવેદન આપી શકે છે ? જોકે આ અંગે દલીલ કરતા શર્માના વકીલે કહ્યું કે શર્મા દ્વારા કરવામાં આવેલ આ નિવેદન તેમના મંતવ્ય નથી. એન્કર દ્વારા પૂછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં તેમણે આ નિવેદન આપ્યું હતુ. સામે પક્ષે જસ્ટિસ કાંતે આ પાયાવિહોણી દલીલ અંગે કહ્યું કે જો સવાલ જ પૂછવામાં આવ્યો છે તો પછી એ શોના હોસ્ટ સામે કેસ થવો જોઈતો હતો. સુપ્રિમ કોર્ટના કડક વલણ બાદ નુપુર શર્માના વકીલે સુપ્રિમ કોર્ટમાં તમામ કેસ એકત્ર કરવા માટેની અરજી પણ પરત ખેંચી છે. આટલા બધા કેસ છતા કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તેમ સવાલ પૂછીને સુપ્રિમે પોલીસનો પણ ઉઘડો લીધો છે. બીજા સામે હ્લૈંઇ થાય તો એને તરત પકડી લેવામાં આવે છે પણ તમારી ધરપકડ થતી નથી. આ દેખાડે છે કે તમારો પ્રભાવ કેટલો છે. તમને જણાવી દઈએ કે, નુપુર શર્મા ભાજપના પ્રવક્તા રહી ચુક્યા છે. તેમણે તાજેતરમાં એક ટીવી ડિબેટમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. આ કારણે તેમના વિરૂદ્ધ અનેક રમખાણો અને ભારે વિરોધ ફાટી નિકળ્યો હતો. કુવૈત, યુએઈ, કતાર સહિતના તમામ મુસ્લિમ દેશોએ પણ તેમના નિવેદનની ટીકા કરી હતી. ત્યારબાદ ભાજપે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
ઈંધણ ઉપર ટેક્સથી સરકારને દૈનિક ૨૯૫ કરોડની આવક થશે
Tumblr media
કેન્દ્ર સરકારે આજે પેટ્રોલ અને ડિઝલની નિકાસ ઉપર તેમજ સ્થાનિક ઉત્પાદન થતું હોય એવા ક્રુડ ઓઈલ ઉપર ટેક્સની જાહેરાત કરી છે. નિકાસ થતું હોય એવા પેટ્રોલ ઉપર પ્રતિ લીટર રૂ.૬, ડિઝલ ઉપર રૂ.૧૩ના ટેક્સની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ઊંચા ભાવના કારણે સ્થાનિક ઉતાપકોને પણ ફાયદો થઇ રહ્યો છે એટલે સરકારે તેના ઉપર પ્રતિ ટન રૂ.૨૩,૨૫૦ની વધારાની સેસ લાદી છે. સરકારનો ઉદ્દેશ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડિઝલની ઉપલબ્ધી વધે એવો છે. કારણ કે વૈશ્વિક બજારમાં ઊંચા ક્રુડના ભાવ સામે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ નીચા છે. સ્થાનિક ઓઈલ રીફાઇનીંગ કંપનીઓને બજારમાં માલના વેચાણ ઉપર ખોટ થઇ રહી છે. કેટલીક કંપનીઓએ પોતાનું સ્થાનિક ઉત્પાદન વિશ્વની બજારમાં ઊંચા ભાવે વેચવાનું શરુ કરતા દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ અને ખાસ કરીને ડિઝલની અછત જોવા મળી રહી છે. ભારતમાં સ્થાનિક ક્રુડ ઓઈલનું દૈનિક ૫૫,૦૦૦ ટન જેટલું ઉત્પાદન થાય છે એટલે સરકારે વધારે નાખેલી રૂ.૨૩,૨૫૦ની સેસના કારણે માત્ર આ સેસ થકી સરકારને દૈનિક રૂ.૧૨૭.૮૭ કરોડની વધારાની આવક થશે. બીજી તરફ, ભારત ભલે ક્રુડ ઓઈલનું મોટું આયાતકાર હોય પણ પેટ્રોલ અને ડિઝલની જંગી નિકાસ પણ કરે છે. ભારતમાંથી દૈનિક ૪.૯૦૫ કરોડ લીટર પેટ્રોલની અને ૧૦.૫૩ કરોડ લીટર ડિઝલની નિકાસ થાય છે. બન્ને ઇંધણ ઉપર સેસ લાદવામાં આવી છે. પેટ્રોલ ઉપર સેસથી સરકારને દરરોજ રૂ.૨૯.૪૩ કરોડ અને ડિઝલ ઉપરની સેસથી સરકારને દૈનિક રૂ.૧૩૬.૮૯ કરોડની વધારાની આવક થશે. આ સેસના કારણે ભારતીય પેટ્રોલ અને ડિઝલના ભાવ વૈશ્વિક બજારમાં ઊંચા થવાથી સ્પર્ધામાં ભારત ટકી શકે કે નહી તે અંગે કોઈ જાણકારી નથી. પણ મોટાભાગના કિસ્સામાં કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલનો પુરવઠો નિકાસ કરવા માટે લાંબાગાળાના કરાર કર્યા હોય છે એટલે નિકાસ તો થશે જ શક્ય છે કે ઊંચા રીફાઈનીંગ માર્જિંનના કારણે સેસનો બોજ કંપનીઓ પોતે સહન કરી લે. એકંદરે ત્રણેય ઇંધણ ઉપર ટેક્સ લાદવાથી સરકારને દૈનિક રૂ.૨૯૫ કરોડની આવક થશે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કરી છે કે વધારાના ટેક્સ અંગે કેન્દ્ર સરકાર દર પખવાડિયે વિશ્વની બજારમાં ક્રુડ અને અન્ય ચીજોના ભાવના આધારે સમીક્ષા કરશે અને એમાં જરૂર પડ્યે વધારો કે ઘટાડો કરી શકે છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
જૂનમાં જીએસટીનું કલેક્શન ૧,૪૪,૬૧૬ લાખ કરોડ થયું
Tumblr media
મંદીની દહેશત વચ્ચે આર્થિક ગતિવિધિઓ વધતા ગુડ્‌સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) પેટે સરકારની માસિક કમાણી સતત વધી રહી છે. શુક્રવારે જાહેર કરાયેલા આંકાડ મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. ૧,૪૪,૬૧૬ લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ ૫૬ ટકા વધારે છે, જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે. ગત એપ્રિલ મહિનામાં રૂ. ૧.૬૮ લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ ૨૦૧૭માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે. મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ. ૧.૪૧ લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ. ૧.૪૦ લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે. જૂન મહિનામા જે કુલ રૂ. ૧,૪૪,૬૧૬ લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૨૫,૩૦૬ કરોડ, સ્ટેટ જીએસટી રૂ. ૩૨,૪૦૬ કરોડ, આઇજીએસટી રૂ. ૭૫,૮૮૭ કરોડ અને રૂ. ૧૧,૦૧૮ કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
રણબીરને કોઈ અંકલ કહીને બોલાવે તે પસંદ નથી
Tumblr media
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અત્યારે અનેક કારણોસર ચર્ચામાં છે. પહેલા તો તેના આલિયા ભટ્ટ સાથેના લગ્નની ખૂબ ચર્ચા થઈ. ત્યારપછી તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલિઝ થયું અને હવે શમશેરાનું પણ ટ્રેલર સામે આવ્યું છે. રણબીર અત્યારે શમશેરાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેની પત્નીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા પછી રણબીર અને આલિયા પર શુભકામનાઓ વરસી રહી છે. તાજેતરમાં એક ઈન્ટર્વ્યુ દરમિયાન પણ રણબીરને બાળકોને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. રણબીરે ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે તેના કઝિન ભાઈઓ અરમાન જૈન અને આદર જૈન મોટા થઈ રહ્યા હતા ત્યારે રણબીરની સાથે પૂંછડીની જેમ ફરતા હતા. રણબીરે જણાયું કે, અરમાન અને આદર જાણે તેની પૂજા કરતા હતા, તે રણબીરને ખૂબ સારો માનતા હતા. આ સિવાય રણબીરે પોતાની બહેન રિદ્ધિમા કપૂર સહાનીની દીકરી સમારા સાથેના સંબંધો વિશે પણ વાત કરી છે. રણબીરે જણાવ્યું કે બાળકો તેને અંકલ કહીને બોલાવે તે પસંદ નથી. ઉલ્લેખનીય છે કે અરમાન જૈન અને આદર જેન રીમા કપૂર અને મનોજ જૈનના બાળકો છે. રીમા ઋષિ કપૂરના બહેન છે. માટે તે રણબીરના ફોઈના દીકરા થયા. રણબીર કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે બાળકો સાથે તેના કેવા સંબંધ હોય છે તો તેણે જણાવ્યું કે, મને લાગે છે કે હું તેમની સાથે સારો જ વર્તાવ કરુ છું. મને ખબર નથી હું સારો છું કે નહી પણ જ્યારે મારા બે કઝિન અરમાન અને આદર મોટા થઈ રહ્યા હતા તે મારી પૂંછડી સમાન હતા. હું જ્યાં પણ જતો હતો મારી પાછળ પાછળ આવતા હતા. તો કદાચ તેમને હું સારો લાગતો હોઈશ. સમારા વિશે વાત કરતાં રણબીરે જણાવ્યું કે, મારી એક ભાણી છે સમારા જે અત્યારે ૧૧ વર્ષની છે. અત્યારે તે શરમાળ બની ગઈ છે, તે દિલ્હીમાં રહે છે. પણ જ્યારે તે મોટી થઈ રહી હતી અમે ઘણાં ક્લોઝ હતા. હવે તે એક ઓક્વર્ડ સ્ટેજમાં છે. પણ મને લાગે છે હું બાળકો સાથે ઘણો ક્લોઝ છું. હું કૂલ અંકલ છુ પણ મને બાળકો અંકલ કહીને બોલાવે તે પસંદ નથી. હું તેમને કહુ છું કે તમે મને આરકે કહીને બોલાવો. અંકલ ટેગ ન હોવાને કારણે તેમને લાગે છે કે હું કૂલ છું. અને હું નથી ઈચ્છતો કે લોકોને વિચારે કે હું આટલો ઘરડો થઈ ગયો છું. બસ મને આરકે કહીને બોલાવો. આ જ વાતચીત દરમિયાન જ્યારે રણબીરને ટેટૂ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જો તે ક્યારેય ટેટૂ કરાવશે તો નંબર ૮ લખાવશે અથવા તો બાળકોના નામ ત્રોફાવશે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે તાજેતરમાં જ એક તસવીર શેર કરી છે જેમાં તે હોસ્પિટલના બેડ પર સોનોગ્રાફી માટે સૂતી છે અને બાજુમાં રણબીર કપૂર બેઠો છે. તેણે સાથે કેપ્શનમાં લખ્યું છે કે, અમારું બેબી આવી રહ્યું છે. વર્ક ફ્રટની વાત કરીએ તો રણબીર કપૂર હવે શમશેરામાં જોવા મળશે, જેમાં તેની સાથે સંજય દત્ત, વાણી કપૂર જોવા મળશે. Read the full article
0 notes
aapnugujarat1 · 2 years
Text
દરેક સેલિબ્રિટી ટ્રોલિંગનો સામનો કરે છે : શહેનાઝ ગિલ
Tumblr media
આ વખતે સલમાન ખાને નહીં પરંતુ તેની બહેન-જીજાજી અર્પિતા ખાન અને આયુષ શર્માએ ઈદ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં બોલિવુડ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સેલિબ્રિટી હાજર રહ્યા હતા. જો કે, બધામાંથી સૌથી વધારે ધ્યાન કોઈએ ખેંચ્યું હોય તો તે હતી શહેનાઝ ગિલ. બિગ બોસ ૧૩માં ભાગ લીધા બાદ અને ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ શહેનાઝ ગિલના સલમાન ખાન સાથેના સંબંધો મજબૂત બન્યા છે. ઈદ પાર્ટીમાંથી ઘરે જતી વખતે શહેનાઝ ’દબંગ ખાન’ને ભેટી પડી હતી અને તેને કિસ કરતી પણ દેખાઈ હતી. ત્યારબાદ તેણે તેને કાર સુધી છોડવા આવવાની વિનંતી કરી હતી. એક્ટરે તરત જ તેની વાત માની લીધી હતી. આ બધું કેમેરામાં કેદ થયું હતું અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં શહેનાઝ ખૂબ ખરાબ રીતે ટ્રોલ થઈ હતી. ટ્રોલિંગ મામલે હવે તેણે પ્રતિક્રિયા આપી છે. શહેનાઝ ગિલે કહ્યું હતું કે ’સોશિયલ મીડિયા પર પોપ્યુલર હોવાનો અર્થ એ છે કે તમને ખૂબ પ્રેમ મળે છે. પરંતુ તેનો અર્થ ટ્રોલિંગ પણ છે. દરેક સેલિબ્રિટી તેનો સામનો કરે છે. પરંતુ દરેકની પોઝિટિવ અને નેગેટિવ સાઈડ છે. તમે શેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માગો છે તે તમારા પર છે’ હું માત્ર પોઝિટિવ વાત પર ધ્યાન આપવા માગુ છું. જેટલો પ્રેમ લોકો મને આપે છે, તે બાકીની નેગેટિવિટીને ઓવરશેડો કરવા માટે પૂરતો છે. તેથી, હું નેગેટિવ સાઈડ કેમ જોઉ? ઠીક છે, ��ોશિયલ મીડિયા છે જ એવું મીડિયમ પરંતુ આપણે તેની પોઝિટિવ સાઈડ પણ તો જોઈ શકીએ છીએ’, તેમ તેણે ઉમેર્યું હતું. પંજાબી ફિલ્મો અને મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકેલી શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે. તે સલમાન ખાનની ફિલ્મ ’કભી ઈદ કભી દિવાલી’માં મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પૂજા હેગડે, રાઘલ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ પણ મહત્વના રોલમાં છે. શહેનાઝ ગિલ છેલ્લે દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ’હોસલા રખ’માં જોવા મળી હતી. Read the full article
0 notes