Tumgik
#kapadvanj arts college
smitatrivedi · 3 years
Text
૪. સફેદ રૂમાલ!
ન્યૂયોર્કથી ફ્લોરિડા એક લક્ઝરી બસ જઇ રહી હતી. લક્ઝરી બસમાં પંદરેક તરુણ-તરુણીઓનો કાફલો હતો. રજાનો પ્રવાસ માણી તેઓ ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. એક જણે મેન્ડોલિન પર જાણીતા ગીતની તર્જ છેડી. સૌએ તાળીઓનાં નાદથી તેને ઝીલી અને સ્વરના રિધમમાં નૃત્ય શરૂ કર્યું. પંદરેક મીનીટ આમ ચાલ્યું અને બસ એક કાફે આગળ અટકી. પ્રવાસી જૂથ નીચે ઉતરીને કોફી પીવા લાગ્યો.  એક બે જણાં અંદરોઅંદર ઘૂસપૂસ કરવા લાગ્યા. પેલો છેલ્લી સીટ…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૨૦. ફ્રેમપૂજારી
મારો લાગ્યો નંબર મુજને ચશ્મા આપો. રૂડી રૂપાળી ફ્રેમ ચડાવી ચશ્મા આપો પરદેશી કો ફ્રેમ મઢાવી ચશ્મા આપો લેન્સ તણી ના પરવા અમને ચશ્મા આપો. ચમકંતા દમકંતા અમને ચશ્મા આપો સીધા સાદા ચશ્મા જોઈ              ચડે ધ્રૂજારી. અમે રહ્યા ભાઈ ફ્રેમપૂજારી.
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૯. કે’વું પડે..
નિજ પ્રતિમાને જોઈ અરીસે પ્રાધ્યાપક છે બબડે, ‘આ લબાડને જોયો છે. ક્યાં??? મારી યાદદાસ્ત કાં ગબડે?
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૮. પ્રાણવાયુ
ધાર્યું હતું તમારી પાસે કદી ન આવું, ધાર્યું હતું હૃદયની વાતો કદીના લાવું. ‘કેવી રીતે’ કહો ને ‘રૂઠું અને રીસાઉં’? રુસણાને ચાહનાના પડમાં શું હું પીસાઉં? ધાર્યું હતું હવે ના હું નૈનથી નૈન મિલાવું… કિંતુ તમે તો એવા રૂંવે રૂંવે વસેલા લોહીના બુંદ બુંદે પ્રતિબિંબ છે રસેલાં. ધાર્યું ઘણું ય આવું ન કિંતુ તે પળાયું. કેવી અકળ અગોચર માયા અહો પ્રણયની છતાંય પ્રાણવાયુ માયા અહો પ્રણયની સુધાર્યું કે…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૭ …….આવ્યો છું!
ઢાળી દીધાં નયન તમે કાં? હું ઘાયલ થાવા આવ્યો છું!…… નર્તન કરતાં આ ચરણોનું હું પાયલ થાવા આવ્યો છું!……. છલકાઇ જાતાં આ જોબનનું હું છાયલ થાવા આવ્યો છું!…… નમણાં તારા રીસ્ટ્- વૉચ નું હું ડાયલ થાવા આવ્યો છું!…… ઝાઝું મનાવીશ હે સજની તો હું રિસાયલ થાવા આવ્યો છું!….. તમે રિસાશો તો હે સજની હું કરમાયલ થાવા આવ્યો છું!…….
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૬. વારસો
સૂર્યની જ્વાળા થકી છૂટો પડ્યો કો ટૂકડો ઠરતો ગયો ઠરતો ગયો ઠરતો ગયો ને બન્યા જલથલ ચેતના ત્યાં સળવળી ને અમિબાથી વધી આગળ વધી આગળ વધી આગળ બન્યા વાનર અને માન���ી તણી હલબલ – જેણે હજી ય સંઘરી છે આંખમાં જ્વાળા જે થકી છૂટો પડ્યો તો ટૂકડો.
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૫. ક્યારે?
અશાંત! અસ્થિર! જીવનનો પટ. સદા ય ઝટપટ સદા ય ખટપટ સદા ય ચટપટ બની રહ્યું જીવન શું વિકટ! સદા અંધ માનવ નયનન પટ સદા બંધ અંતરપટ ક્યારે જોશે માનવ માનવતાને નિજની નિકટ? ક્યારે મુક્ત થશે આ ચીકટ?
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૪. ઈશારો
તમારી પાસ આ મુજ જિંદગી લહેરાઈ જાયે છે તમે ગૂંથ્યા પ્રણય પુષ્પો હવે પહેરાઈ જાયે છે. તમે સાકી બની આવ્યાં ભરીને જામ નયનોમાં, હવે પલકો નમાવી દો મધુ છલકાઈ જાયે છે. સતાવો ના બતાવો ના કદી ય ક્રૂરતા આવી, તમારી પ્યાસમાં મુજ જિંદગી વ્હેરાઈ જાયે છે. બનાવ્યો છે તમારો તો હવે ઝાઝો બનાવો ના, પ્રણયના રંગ છે એવા સ્વયં રેલાઈ જાયે છે. તમે મલકો અને દુનિયા બધી મલકાઈ જાયે છે, નયના જંગ છે એવા સ્વયં ખેલાઈ જાયે…
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૩. સજા
હા, મારે રડવું છે પણ મારી બંને આંખો બની ગઈ છે સહરા અને ગોબી જ્યાં પૂર્વ અને પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ઈશાન અને અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ક્યાં ય ભૂલથી ય ભીનાશ રહી નથી. છતાં ય મારે રડવું છે. કપાળ પરનો ખારો પરસેવો મારી આંખોમાં થઈને વહે તો ય રડી લીધાનો સંતોષ પણ સહરા અને ગોબી તે ભીનાશ પણ ચૂસી લે છે. અને નયન પર તરે છે નરી ખારાશ.. તેથી જ મારે રડવું છે.
View On WordPress
0 notes
smitatrivedi · 3 years
Text
૧૨. ઝંખના
ક્યાં છે તડકો? ઠરી જઈને સૂરજ પણ જ્યાં વળી કોકડું સંતાયો છે. વાદળ પાછળ. લેણદારથી છુપાવતો મ્હોં જાણે કોઈ કડકો. ક્યાં છે તડકો? જ્યાં છે તડકો ત્યાં લૈ જૈ મુજને ખડકો, ઝંખું મહાન ભડકો. ક્યાં છે તડકો?
View On WordPress
0 notes