Tumgik
swadhyayparivar · 2 years
Photo
Tumblr media
खेलते जाओ हम खिलते है आपकी वजह से सुख दुःखमें समता पाओ ए सीता और गीता कहती है ।। Play to understand the Game of GOD દાદા કૃષ્ણે ગેડી દંડો રમી કાલિયદમન કર્યું અને સાથે ગોવર્ધન પૂજામાં નિમિત્ત પણ બનાવ્યા, ગૌ - પૂજન કરાવી આ શરીરરૂપ ગોકુલ નું માર્મિક અર્થઘટન સમજાવી એ તો આપની કમાલ છે "દાદા". જીવન એક રમત છે. ( wicketkeeper નહી પણ wicket taker ) હોવું જોઈએ એ અર્થ તમે અમને રમતા - રમતા સમજાવ્યો... Life is game to play it...કહી જીવનમાં આવતા સુખો, દુઃખો, પ્રલોભનો સામે અડીખમ રમતવીર બની ઊભા રહેવાનું શિક્ષણ પણ તમે જ અમને આપ્યું છે. જીવન એ મજા છે સજા નથી તેવો વિધાયક ગુણ પ્રદાન કર્યો આપે "દાદા"... Krishna made play Divine & Dada made youth Divine આ સંસ્કૃતિનાં લડવૈયાનું ઘડતર કરી જીત અને હારમાં સમતા શિખવાડી, યશ અને અપયશ ને સાચો Sportsman કહેવાય એ આપ થકી સમજ્યા અમે... सुख दुःखमें भी समता पाओ गीता कहेती है... યોગેશ્વર શ્રીકૃષ્ણ એ પણ કહ્યું જ છે ને! तुष्यन्ति च रमन्ति च અને આ યુવાનોનો સ્વાધ્યાય માટે ધનંજય ક્રીડા એ તો Entry gate બન્યો, રમતા રમતા પ્રભૂકાર્યનાં વાહક ક્યારે બન્યા તે પણ ખબર ન પડી ખરા અર્થ નાં પાંડુરંગ તણા ધનંજય બન્યા... #krishnamadeplaydivine #swadhyayparivar #lifeisgame #sportsman #jayyogeshwar https://www.instagram.com/p/CYhIfjmNIg3/?utm_medium=tumblr
1 note · View note
swadhyayparivar · 3 years
Photo
Tumblr media
ઈંદોર વયસ્થ સંચલન ૦૨/૦૪/૧૯૮૨ https://www.instagram.com/p/CVVubxotNhq/?utm_medium=tumblr
1 note · View note
swadhyayparivar · 3 years
Photo
Tumblr media
જન્માષ્ટમીના તહેવાર નિમત્તે, આપણે બધા પોત પોતાનાં ઘરોમાં મટકી અને વાંસળી નું એક ચિત્ર અથવા કટઆઉટ બનાવીશું. તેના પર "दुग्धं गीतामृतं महत्" આ પંક્તિ લખવાની છે. ૩ ના સમૂહ નાં જે ઘરો મા આપણે તહેવાર માટે મળવા જઈ રહ્યા છીએ, ત્યાં આપણે આ બનાવેલ ચિત્ર અથવા કટ આઉટ તે ઘરમાં સામે મૂકીને તહેવારની ઉજવણી કરીશું. જો તમે પણ આ પ્રકારની મટુકી અને વાંસળી નું ચિત્ર અથવા કટ આઉટ બનાવ્યું હોય તો મોકલો... #janmashtami #janmastmispecial #janmashtamidrawing #janmashtamiart #shreekrishna #જન્માષ્ઠમી #drowing #art #papercrafts #papett https://www.instagram.com/p/CTMHm3MtUCj/?utm_medium=tumblr
1 note · View note
swadhyayparivar · 3 years
Photo
Tumblr media
કૃતજ્ઞતા સમારોહ | ૧૯૯૪-૧૯૯૫. #કૃતજ્ઞતા #krutagnatasamaroh #krutagnata #कृतज्ञता #कृतज्ञतासमारोह #કૃતજ્ઞતાસમારોહ #કૃતજ્ઞતાદિવસ https://www.instagram.com/p/CKZUQt7pNTR/?igshid=mgfoe1qvnmqr
3 notes · View notes
swadhyayparivar · 3 years
Photo
Tumblr media
મનુષ્ય ગૌરવ દિન. #manushyagauravdin #૧૯ઓક્ટોબર #મનુષ્યગૌરવદિન #swadhyayparivar #art #drowing #swadhyayonline https://www.instagram.com/p/CKUFeF4po48/?igshid=hmx7yk4q057e
5 notes · View notes
swadhyayparivar · 4 years
Video
लाखो लाखो दीप जलाकर सूरज चला गया | लोगो को देकर दिवाली खुदको बुजा गया || https://www.instagram.com/p/CHISy-sJDt9/?igshid=1vj0umevi7ig9
1 note · View note
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
Event name: Param Pujya Pandurang Shastri Athwale-Bharatiy Sanskruti Chair. Event Date:19th-October,2020. Event Time:5:00 PM to 5:45 PM Language: Gujarati 👉Click Here to Join: https://bit.ly/manushyagauravdin2020 https://www.instagram.com/p/CGev3jYJWnd/?igshid=1at4x9hhd09jd
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
વક્તવ્ય:યુગપુરુષ-મારા દાદાજી. જય યોગેશ્વર, મારા સ્વાધ્યાયી વડીલો તથા મિત્રો, આજે હું આપની સમક્ષ એક ધ્રુષ્ટતા કરવા માગું છું.રજકણ સૂરજ થવાનો કે સૂરજને આંબવાનો પ્રયત્ન કરે તેવો જ આ એક બાલિસ પ્રયાસ છે.ક્યાં સૂર્ય જેવા ઝગમગતા તેજપુંજ દાદા અને ક્યાં તેમનાં વિષે બોલનારો આ રજકણરૂપી બાળક હું ? પરંતુ ખુદ સૂર્ય પર પ્રકાશ પાડવાની મારી આ ચેષ્ટાને આપ ‘બાળહઠ’ ગણી ક્ષમ્ય ગણશો. મરાઠીમા મોટાભાઈને ‘દાદા’ કહે છે.એ સૌના મોટા ભાઈ જેવા લાગે છે અને દાદા જેવા વયોવૃદ્ધ તો ક્યારેય લાગતા નથી.સફેદ વસ્ત્રો, કબીરની ડાઘાડૂઘ વગરની ચાદર જેવા દ્રઢ સંકલ્પથી ઘડાયો હોય તેવો સશક્ત દેહ છે.ચશ્માં પાછળ દેખાયા કરતી સ્નેહાર્દ આંખો અને મંદિરમા ધજાની જેમ વારેવારે વાતચીતમા ફરકતું હાસ્ય તેઓની ખૂબી છે. સમાજ સંત તરીકે સ્વીકારે એટલે તેમણે ભગવા નથી ધારણ કર્યા કે નથી પોતાના શિષ્યવૃંદ પાસે ભગવા પહેરાવ્યા.દુનિયાનાં આધ્યાત્મિક પુરુષોની પરદેશમા એક પરિષદ હતી.સૌ પોતપોતાનો પરિચય આપવાના હતા.પાંડુરંગ શાસ્ત્રીજીનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે –  “Self Introduction is not our culture”. તેમણે ગામેગામ મંદિર બાંધવાની પ્રવૃત્તિ કરી છે પરંતુ કેવળ પૈસાથી બંધાય તે મંદિર નથી હોતું.તેઓ ગામ નાં દરેક માણસને મંદિરનાં બાંધકામમા સાંકળે છે.દરેકને લાગે કે આ મંદિર અમારું છે.આ રીતે લોકો મા આત્મીયતા કેળવાય.કોઈ ગામમાં લીલુંછમ મંદિર હોય તો અવશ્ય જાણજો કે તેની પાછળ દાદાનો જ હાથ હોય.પાંડુરંગ શાસ્ત્રીજીએ તેમના યોગેશ્વર કૃષિ, વૃક્ષમંદિર, અમૃતાલય, શ્રીદર્શનમ્, હીરા મંદિર, મત્સ્યગંધા, ગોરસ ઇત્યાદિ સેંકડો કાર્યક્રમો દ્વારા મનુષ્ય ઉત્થાનની પ્રવૃત્તિઓ કરી છે. માછીમારોની દુનિયામા તેમણે જબરદસ્ત પરિવર્તન આણ્યું છે અને તેઓને વ્યસનમુક્ત કર્યા છે.દાદા જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમનું પ્રભત્વ અદભૂત છે.તેઓ હંમેશા કર્મપ્રેરિત વચનો આપે છે.દાદા કહેતા કે "આજની પ્રચલિત ભકિત શાસ્ત્રોકત નથી. કારણ કે પરમાત્મા જે સાઘ્ય છે તેને લોકોએ પોતાની ભૌતિક આવશ્યકતાઓ પૂરી પાડવાનું અથવા તો ભીતિથી તેમનું રક્ષણ કરવાનું એક સાધન બનાવી દીધા છે." દાદા બાળકો – યુવાનોને વિકાસલક્ષી પ્રવૃત્તિમા સક્રિય કરી રહ્યા છે.તેઓએ અનેક માણસો ને કર્મયોગ મા જોડ્યા છે.તેઓ એ ‘ડિવાઈન બ્રધરહૂડ અંડર ધી ફાધરહૂડ ઓફ ગોડ’ની ભાવના લોકોમા જાગૃત કરી.દેશ અને પરદેશમા દાદાનાં લાખો અને કરોડો ચાહકો છે.તેમની વૃતિ અને પ્રવૃત્તિમા ગીતાનાં અધ્યાયનો રણકાર છે.તેઓ આ યુગનાં ‘યુગપુરુષ’ છે. *“કૃષ્ણમ વંદે જગદગુરૂ”* #manushyagauravdin,#pandurangshastriathwale,#dadaji,#Swadhyaypariwar https://www.instagram.com/p/CFsHU-0J6hT/?igshid=1v710eorw11ty
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
પ્રાર્થના એટલે શું? પ્રાર્થના નું ખરું મહત્ત્વ શું? શા માટે કરવી જોઈએ પ્રાર્થના? પ્રાર્થના એટલે પલાઠી વાળીને બેસી જવું માત્ર નથી. પ્રાર્થના એટલે... હંમેશા હકારાત્મક વિચારવું અને સહુ કોઈનું હંમેશા હિત ઇચ્છવું છે. પ્રાર્થના એટલે તમે કોઇ મિત્રને તેના મુશ્કેલ સમયમાં પ્રેમથી ભેટી તેની પડખે ઉભા રહેવું એ છે. પ્રાર્થના એટલે કાળજાળ ગરમીમાં રસોડામાં ઉભા રહી કુટુંબના અને મિત્રો માટે રસોઇ બનાવવી એ છે. પ્રાર્થના એટલે આપણે જ્યારે કોઇને 'આવજો' કહીએ..... ત્યારે આપણા મનની ભાવના.... તમને ઈશ્વર સલામત રાખે અને તમારી યાત્રા શુભ રહેની ભાવના. પ્રાર્થના એટલે તમે કોઇને મદદરૂપ થવા જે સમય અને શક્તિ આપો છો તે છે. પ્રાર્થના એટલે તમે જ્યારે કોઈને દિલથી માફ કરી... તેની ભુલને ભૂલી જાઓ તે છે. પ્રાર્થના એટલે એક અનુભૂતિ, લાગણી અને એક પ્રેમભર્યો અવાજ છે. જે હંમેશા શાંતિનુ જ વહન કરે છે. પ્રાર્થના એટલે સુંદર કૌટુંબિક સંબંધો, મિત્રતા અને દરેક વ્યવહારમાં સહ્દયતા છે. પ્રાર્થના એટલે સૃષ્ટિનાં સર્જનહારનું ધ્યાન ધરવું તે. પ્રાર્થના એટલે પ્રભુનું સ્મરણ કરવું તે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. પ્રાર્થના એટલે પ્રભુને પામવાનું પ્રથમ પગથિયું. પ્રાર્થના એટલે શ્રદ્ધા, સબુરી અને વિશ્વાસનું પ્રતિક. પ્રાર્થના એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિનું ઔષધ. પ્રાર્થના એટલે આત્મા અને પરમાત્માને જોડતી કડી. પ્રાર્થના એટલે જીવન જીવવાની જડીબુટ્ટી. પ્રાર્થના એટલે ધર્મનું કર્મ અને કર્મની કૂચી. પ્રાર્થના એટલે પ્રભુને પામવાનો પારસમણિ. પ્રાર્થના એટલે સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ. પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે 'પ્રાર્થના' શું તમે આમાની કોઈ પણ પ્રાર્થના કરો છો??? જો જવાબ 'હા' હોય... તો તમારે કોઈ પણ ધાર્મિક સ્થળોએ જવાની જરૂર નથી. #prayer #worship #Prayers #puja #prathna #પૂજન #પ્રાર્થના #પૂજા https://www.instagram.com/p/CFPlqeTpnvY/?igshid=10fzii8kulh0s
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
હે, પ્રભુ !...દૈવી વિચારો મને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે તરફથી આવવા દો... "O, #God!... Let the #Divine #thoughts #come to me from #Pujya #Pandurang #Shastri #Athavale” 'Aano bhadra krtavo yantu vishwatah' आनो भद्राः क्रतवो यन्तु विश्व्तो… દાદા એક માં નહિ અનેક માં જીવે છે અને તેથીજ તે સહસ્ત્રશીર્ષ છે, સહસ્રક્ષ છે, દાદા વ્યક્તિ નથી પર્યાવરણ છે, ફૂલનો રંગ એ બીજું કંઈ નથી પણ દાદાનો પડછાયો છે, વૃક્ષ ના થડ નો મૌન સંસાર પણ એમનો, અને ખેતરની ધૂળ માં પણ તેજ, સાગરના ઉછળતાંમોજા પણ એમનોજ પડઘો પાડે,એમના એક સ્પર્શ થી લજામણી નો છોડ પણ સંકોસ છોડે,એમની એક નજર માત્ર થી બિડાયેગા ફૂલ ઉઘડે અને એમના એક બોલ માત્ર થી વાઘેશ્વરી કૃતાર્થ થાય, દાદા ના કેન્દ્ર માં માનવીની પ્રાણ પ્રતિષ્ટા છે ,એમના ચિત્ત માં માનવ માત્ર માટેનું ચિંતન છે, દાદાએ આંગળી માત્ર ચીંધી નથી પકડી છે એમનું પ્રત્યેક પગલું અગોચર ને મૂર્તિમંત કરે છે, દાદા નું પ્રત્યેક કર્મ સ્વયં પ્રાર્થના છે. #dada #PandurangShastriathavale #dadaji #swadhyaypariwar #swadhyaya #silentreformer #philosopher #saints #mahatma #sages #avatar # https://www.instagram.com/p/CFEwuJHpbmr/?igshid=r150d1ti1akr
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
Trikal sandhya is the squeezing verse of great other scripture.📖 આપણી ભારતીય સંસ્કૃતિ ના ગ્રંથો,પુરાણો,વેદો અને શ્રીમદ ભગવદ ગીતા ના શ્લોકો અને મંત્રોને બોલવા અને સમજવા ખુબજ મુશ્કેલ છે,તેથી દાદાજીએ આ મહત્વના શ્લોકોને ત્રિકાળસંધ્યા દ્વારા આપણેને બોલતા કર્યા,ત્રિકાળ સંધ્યા કરવાથી સાથે સાથે કેટલા શાસ્ત્રો નુ અધ્યયન પણ થાય છે,પૂજય દાદાજી આપેલ ત્રિકાળ સંધ્યા ના મહામૂલા મંત્ર ના ૧૦ શ્લોકો આપણેને કેટલા શાસ્ત્રો માંથી ચૂંટીને આપ્યા છે જે નીચે મુજબ છે. 💠 Trikal sandhya-ત્રિકાળ સંધ્યા-त्रिकाल संध्या 💠 (૧) कराग्रे वसते लक्ष्मी.... ધર્મ શાસ્ત્ર(धर्मशास्त्र ). (૨) समुद्रवसने देवि.... વિશ્વામિત્ર સ્મુતિ(विश्वामित्र स्मृति). (૩) वसुदेवसुतं देवं.... ગર્ગ સંહિતા(गर्ग संहिता). (૪) यज्ञशिष्टाशिन: सन्तो.... ગીતાજી અધ્યાય-૩,શ્લોક ૧૩(गीता अध्याय-3,श्लोक-13). (૫) यत् करोषि यदश्नाषि.... ગીતાજી અધ્યાય-૯ શ્લોક ૨૭(गीता अध्याय - 9 ,श्लोक - 27). (૬) अहं वैश्वानरो भूत्वा.... ગીતાજી અધ્યાય-૧૫, શ્લોક ૧૪(गीता अध्याय-15,श्लोक-14) (૭) ॐ सह नाववतु.... ઉપનિષદ શાંતિ મંત્ત(उपनिषद् शांति मंत्र). (૮) कृष्णाय वासुदेवाय.... શ્રીમદ્ ભાગવત સ્કંધ -૧૦, ખંડ- ૧૩,અધ્યાય - ૧૬(श्रीमद्भागवत, स्कंध - 10, खंड -13, अध्याय -16). (૯) करचरणकृतं वाक्.... શિવપરાઘક્ષમાપનસ્તોત્રમ્ ,શ્લોક ૧૪(शिवापराधक्षमापनस्तोत्रम्,श्लोक - 14). (૧૦) त्वमेव माता च पिता त्वमेव.... પાંડવ ગીતા,મથુરાકાંડ,શ્લોક - ૨૮(पांडव गीता, मथुराकांड,श्लोक - 28). 💠💠💠💠💠💠💠💠💠 #trikalsandhya #swadhyaypariwar #swadhyaya #verse #Slokas https://www.instagram.com/p/CEfrSqvJUpB/?igshid=1rkrg124petfg
0 notes
swadhyayparivar · 4 years
Text
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
સ્વાધ્યાય પરિવારના પરમ પૂજનીય પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી(પૂ.દાદાજી)ને વિશ્વભરનાં રાજકીય અને સામાજીક મહાનુભાવોની ભાવવંદના.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં તપોવન પધ્ધતિનું શિક્ષણ એ 21 મી સદીમાં ભૌતિક શિક્ષણ જગતને ભેટ હશે. જીવન વિકાસનું , જીવન પધ્ધતિનું શિક્ષણ જ માનવને શાંતિ અને સુખમય જીવન આપશે.પૂ.પાંડુરંગજી , સમાજ પાસે પણ માંગ્યા વગર આપ આટલું સુંદર સંસ્કૃતિનું કાર્ય કરો છો.ખરેખર આપમાં ઋષિ પ્રતિભાનાં દર્શન થાય છે.
❍ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન,
❍ રાષ્ટ્રપતિ ભારત સરકાર(ઈ.સ.1956).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
ભક્તિને સમાજાભિમુખ કરીને સમાજમાં આર્થિક અને સમાજીક ઉન્નતિ કરી છે. પૂ.પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ સર્વધર્મ સમભાવ નહીં,પણ સર્વધર્મ સ્વીકારની ભાવના જાગૃત કરી સમાજને એક નવી જ દિશા સૂચવી છે.આવા મહાપુરુષ પૂ.દાદાજીને મારા હસ્તે પ્રોગ્રેસ ઈન રિલીજીયન(Progress in Religion) એવૉર્ડ અર્પણ કરું છું.
❍ શ્રી કે.આર.નારાયણ,
❍ રાષ્ટ્રપતિ ભારત સરકાર,(ઈ.સ.1993)મુંબઈ.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
પૂ.દાદાજીને જ્યોર્જ બુશે કહેલું કે મારી પાસે પદ,પ્રતિષ્ઠા અને અઢળક સંપત્તિ હોવા છતાં તમે જે કરી શક્યા તે મારાથી ન થયું હોત.લાખો લોકોને તમે ગાંઠના ખર્ચે અને પોતાનું ટિફિન લઈને નિ:સ્વાર્થ ભાવે દોડતા કયૉ તે તો અદ્ભૂત ક્રાંતિ છે. તેથી મિસ્ટર આઠવલેજીની દુનિયાના સૌથી મોટા એવૉર્ડ (ટેમ્પલ્ટન એવૉર્ડ)માટે પસંદગી થઈ છે એ મારા માટે ખૂબ જ આનંદની વાત છે.
❍ શ્રી જ્યોર્જ બુશ,
❍ (સીનિયર)રાષ્ટ્રપતિ,અમેરિકા સરકાર(ઈ.સ.1997).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
ઉત્કૃષ્ટ સામાજિક નેતૃત્વ માટેનો એશિયા ખંડનો સૌથી મોટો એવૉર્ડ - રેમન મેગ્સેસે એવોર્ડ થી આજે અમે પૂ.પાંડુરંગ શાસ્ત્રીને સન્માનીએ છીએ. પૂ.દાદાજીની ફિલોસોફી આજની દુનિયાને માર્ગદર્શન કરનારી છે.
❍ શ્રી ફિડલ.વ્હી.રેમોસ,
❍ રાષ્ટ્રપતિ,ફિલિપાઇન્સ સરકાર(ઈ.સ.1996).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
હું જાતે ભારતનાં ગામડામાં ફર્યો છું. પૂ.દાદાજીનાં પ્રયોગો જાતે જોયા છે . માનવ-માનવમાં ભકિતની શકિતથી સમાજમાં જબરદસ્ત ક્રાંતિ કરી છે.હું ભારતમાં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનું કાર્ય જોવા ખાસ આવ્યો છું. ફ્રાંસમાંથી પ્રકાશિત થતાં આંતરરાષ્ટ્રીય EFda Dosser ઈફદા દોસેર સામયિકના જાન્યુઆરી-એપ્રિલ1990ના અંકમાં(Swadhyay- the unknown , the peaceful , the silent, yet singing revolution) એ વિષય નીચે પાંડુરંગ શાસ્ત્રીનાં વિચારો અને સ્વાધ્યાય કાર્યની માહિતી આપતો એક વિસ્તૃત લેખ લખ્યો.યુરોપ ખંડના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ યુનિવર્સિટીઓમાં જાતે જ જઈ ત્યાનાં શિક્ષણશાસ્ત્રીઓને પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજી ના કાર્યથી પરિચિત કર્યા.
❍ ડૉ.મજીદ રહેનુમ,
❍ યુનોના શિક્ષણ વિભાગના ડાયરેક્ટર અને એજયુકેશન મિનિસ્ટર,ઈરાન દેશ.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
પૂ.દાદાજીનાં વિચારો આવનાર પેઢીને ખૂબ જ જરૂરી છે. સ્વાધ્યાય પરિવારે અમારા નેપાળ દેશનાં ભગવાન પશુપતિનાથની તીર્થયાત્રા કરી . નિ:સ્વાર્થ ભાવે - તે પણ કોઈ પાસે માંગીને નહીં, પોતાના ટાઈમ, ટીફીન, ટિકિટ લઈને - એ ખૂબ જ મોટી વાત છે. સમાજ પાસે કોઈ પણ જાતની અપેક્ષા વગર માનવ-માનવમાં રહેલા ભેદભાવ દૂર કર્યા છે. ભગવાનનાં વિચારો છેલ્લા માનવ સુધી લઈ ગયા છે.
❍ શ્રી મહેન્દ્રસિંગ,
❍ રાજા,નેપાળ દેશ(ઈ.સ.1969-70).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
પૂ.દાદાજીનું પ્રચંડ કાર્ય પ્રત્યક્ષ જોયું ત્યારે લાગ્યું કે આજના કાળનું અદ્વિતીય કાર્ય છે.અને આ વિચારોની સાંપ્રતકાળ માટે તાતી જરૂર છે.
❍ શ્રી એ.ટી.આર્યરત્ને ,
❍ સર્વોદય આંદોલનના પ્રમુખ,શ્રીલંકા દેશ(ઈ.સ.2005).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના પ્રભાવશાળી વિચારો , તેમનું સ્વાધ્યાય કાર્ય અને લોહીનો નહી પણ લોહી બનાવનાર (પયંગબર કહો કે રામ )તે એક જ પરમેશ્વરનાં સંતાન છો - આ સમજ માનવસમાજમાં સ્થિર કરી .તેમના વિચારો મેં જાતે તેમની સાથે બેસીને સાંભળ્યા છે. તે પોતે હિંદુ હોવા છતાં પણ કુરાનમાં જે મહંમદ પયંગબર સાહેબે વાત કહી છે તે જ વાત તેમના મુખે સાંભળી છે. આ મહામાનવ પૂ.દાદાજીએ માનવને માનવ તરીકે જોયો છે, નહીં કે હિંદુ-મુસ્લિમ તરીકે . આ જ વાત હોઇને તે બધાથી પર છે. તેથી અમારી સરકાર તેમને સ્ટેટ એવોર્ડ અર્પણ કરે છે.પ.પૂ.દાદાજીનું ભવ્ય સન્માન કરીએ છીએ. અને સુવર્ણ પદક અર્પણ કરીએ છીએ .મુસ્લિમ રાષ્ટ્રમાં પાંચ હજારથી પણ વધુ મુસ્લિમ ભાઇઓ તેમનુ(દાદાજી)નું પ્રવચન સાંભળવા આવે છે.
❍ શેખ સાહેબ,
❍ વડા,બહેરીન દેશ(મુસ્લિમ રાષ્ટ્ર)(ઈ.સ.1984).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
મીસ્ટર આઠવલેજીની- ભગવાન બધામાં જ વસ્યો છે એ આધ્યાત્મિક એકતાની સમજણ કેળવ્યા પછી સંસારની બધી સમસ્યાઓનું નિરાકારણ થઈ શકશે.આવા મહાપુરુષને મારા હસ્તે દુનિયાના સૌથી મોટા ટેમ્પલ્ટન એવૉર્ડથી નવાજવામાં આવે છે.1.2મિલિયન ડોલરનો ટેમ્પલ્ટન એવોર્ડ અર્પણ કરું છું.
❍ પ્રિન્સ ફિલિપ,
❍ બ્રિટન(લંડન)ઈ.સ.1997.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
ખ્યાલ રહે કે હું ચુસ્ત ખ્રિસ્તી છું. પણ પૂ.પાંડુરંગશાસ્ત્રી આઠવલેજીએ અંદર વસેલા ભગવાન પાસેથી હિંમત મેળવવાનું શીખવ્યું છે. વિશ્વનો સર્જનહાર તો એક જ છે.ત્યારે આ બધા ધાર્મિક સંપ્રદાયો અર્થવિહોણા છે.
❍ મીસીસ .ઓલગા.જે.નગોગી,
❍ કેન્યા(નૈરોબી)દેશ.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
તીર્થરાજમિલન (ઈ.સ.1986 અલ્લાહાબાદ - ઉત્તર પ્રદેશ)માં આવ્યા હતા ત્યારે ત્ય઼ાં ઉપસ્થિત પાંચ લાખ ની મેદની સમક્ષ (Vision of God) પૂ.પાંડુરંગ દાદાજી ને અર્પણ કરતાં કહ્યું કે એક વ્યકિત (દાદાજી) ઈશ્વર વિષે બોલે અને તેને સાંભળવા પાંચ લાખ માણસો ભેગા થાય તે વાત મારા માન્યમાં નથી આવતી. પણ હું અહીંયા જાતે જોઉ છું. અહીં સ્વાધ્યાય પરિવારના ભાઇઓ અને બહેનો સ્વયંશિસ્તથી એકત્રિત થયા છે. એ કેવળ પૂ.દાદાજીનાં વિચારોથી જ શકય બની શકે છે.
❍ ડૉ.હેલમેટ ફિફર,
❍ ટ્રીયરની સેન્ટ નિકોલસ માટે ની આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થા ના ડાયરેક્ટર,જર્મની દેશ.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
પ.પૂ.દાદાજીએ માનવ માનવમાંથી ભેદભાવ દૂર કર્યા છે. વિશ્વ સમાજમાં અદ્ભુત ક્રાંતિ કરી છે.તે પણ ભકિતની શકિતથી .પૂ.જયશ્રી દીદીજી,એ પૂ.દાદાજીનાં નિધન પછી તેમના સ્વાધ્યાય કાર્યનાં વિચારો લઈને વિશ્વભરમાં ફરે છે.વિશ્વની અનેક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં જઈ વિશ્વનાં ફિલોસોફર, વિવિઘ ધર્મના ધર્મગુરુ, મહાનુભાવો, તત્વજ્ઞાનીઓને સ્વાધ્યાય પરિવારનાં ભાઇઓ અને બહેનો જે કાર્ય કરે છે - તે નાનો હોય કે મોટો કૃતિશીલ - દરેક ના કાર્યની વાત, પૂ.દાદાજીનાં પ્રયોગો, વિચારોથી સમાજમાં, માનવમાં જે પરિવર્તન આવ્યુ છે, તે વિશ્વનાં મહાનુભાવો સમક્ષ રજૂ કરે છે.
❍ મીસીસ .મારિયા વોસ,
❍ પ્રમુખ,(ફોકરેલ આંદોલન)ઈટાલી દેશ,(ઈ.સ.2016).
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
મીસ્ટર પાંડુરંગ આઠવલેજી,આપના તત્વજ્ઞાનનાં વિચારોની માત્ર જાપાન કે અમેરીકાને જ નહીં, વિશ્વને જરૂર છે. ભવિષ્યમાં તમારા હાથે જબરદસ્ત કાર્ય થશે જે માનવ સમાજ ને ઉપયોગી બનશે.
❍ ડૉ.સીને.ગામી,
❍ સેક્રેટરી,(બીજી વિશ્વ ધર્મ પરિષદ) જાપાન દેશ ઈ.સ.1954.
▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥▥
☸ We love pandurang shashtri athwale ☸
Tumblr media
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
❍ ઔર જીને કો ક્યાં ચાહિયે ?... 📖 સમય કાઢીને વાંચજો... એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. તેમની પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ફરતા-ફરતા એમની પાસે આવીને બોલ્યા, -‘તમે બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી’. તે ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ ને શોધી રહ્યો છું. મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડયો . મુલ્લા દોડવામાં પાક્કા, એટલે ખુબજ દૂર નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડયા ત્યારબાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. તેણે તરાપ મારીને પોતાની પેલી બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર દેખાવા લાગ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ મુલ્લા: ‘કેમ વળી? તમે તો સુખ શોધવા નીકળ્યા છો ને, પેલા ભાઈએ કહયુ: હા તો? મુલ્લા:તો શું?, બોલો હવે બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’ આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા જ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી સુખ નથી મળતું. પણ પછી જયારે એ ખોવાઈ જાય કે આપણા થી દૂર થાય ત્યારબાદ પાછું મળે ત્યારે આપણને સારું લાગે છે. આવું શા માટે? એટલે, હવે પછી જ્યારે આપણો મૂડ સારો ન હોય ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’ આપણા ઘરમાં ઘાસ અને છાપાં કરતાંય ઘણી સારી વસ્તુઓ આપણી પાસે હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી’... ‘મારી પાસે આ નથી’... ‘મારી પાસે તે નથી’... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી. ઔર જીને કો ક્યાં ચાહિયે ?... આટલો મસ્ત લેખ તમે અત્યારે વાંચી રહ્યા છો, તો પછી છોડો ફરિયાદો, અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો, કે જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? ''Thank you,God''... #happyness #gujaratistory #lifesecrets https://www.instagram.com/p/CEMWfl2Js62/?igshid=1ju3qfh65nfbm
1 note · View note
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
- કર્મ નો 'સાચો' સિધ્ધાંત - ❍ આપણે કરેલું કર્મ ક્યારેય સરનામું ભૂલતું નથી.❍ મહાભારત નું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં... પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું - કર્ણનું શું ? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણ નો શું દોષ હતો ? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું ! ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં... એવાં મહાન દાતા ને ક્યા પાપે માર્યો ?? શ્રીકૃષ્ણ : મહારાણી રુક્મિણી ! જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો... અને સાવ મૃત્યુની સમીપ હતો ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ ! તેને શ્રદ્ધા હતી કે -દુશ્મન હોવાં છતાં મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે... પણ, પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...અને એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો ! હે રુક્મિણી... આ એક જ 'પાપ' એનાં આખા જીવન દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા(ભૂંસી નાખવા) માટે પૂરતું હતું... અને કાળની અકળ ગતિ જુઓ કે -એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં એનાં રથનું પૈડું ફસાયું...અને તેનાં મૃત્યુનું કારણ બન્યું !! આ જ છે -'કર્મનો સિદ્ધાંત' 🏹 કોઈને કરેલા અન્યાય ની એક જ પળ...જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે !. '' Do good things and good things will come your way '' '' What goes around come back around '' ▣ સારાંશ: દરેક ને પોતે કરેલા કર્મ નું ફળ અહીં જ ભોગવવા નું છે. કોઈ ની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિ નો કે જેમણે આંખો બંધ કરી ને તમારા પર ભરોસો કર્યો. 🙏જય યોગેશ્વર,જય શ્રી કૃષ્ણ🙏 #thelowofkarma #karmaquotes #karma #himduism #mahabharat #shreekrishna #karna #principleofkarma https://www.instagram.com/p/CEJR18wJusU/?igshid=6kzscheynvh5
2 notes · View notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
❍ સ્વાધ્યાય પરિવાર તરફથી જાહેર નિવેદન: સ્વાધ્યાય પરિવારની જાણમાં આવેલ છે કે સોશીયલ મીડીયા ઉપર શ્રી ભાવેશ સુવાગીયાએ એક ઓડીઓ મેસેજ વાયરલ કરેલ છે, જેમાં જાહેર જનતાને સ્વાધ્યાય પરિવાર વિશે ગેરસમજ ઉત્પન્ન થાય તેવા વિચારો રજુ કરેલ છે . પરમ પૂજનીય દાદાજી , પરમ પૂજનીય દીદીજી કે સ્વાધ્યાય પરિવારને આ ઓડીઓ મેસેજ સાથે કોઈ સંબંધ નથી અને તેમાં રજુ કરેલ વિચારોને સ્વાધ્યાય પરિવાર સમર્થન આપતો નથી . જય યોગેશ્વર🙏 સદ્-વિચાર દર્શન - મુંબઈ.(સ્વાધ્યાય પરિવાર) #fakenews #viral #swadhyaypariwar https://www.instagram.com/p/CEGdnl2pBa7/?igshid=1w13c2ranwmri
0 notes
swadhyayparivar · 4 years
Photo
Tumblr media
❍ દરેક વ્યક્તિએ હરરોજ ભગવાન ને કરવા જેવી પ્રાર્થના. ❍ હું કૃતજ્ઞ છું... પ્રભુ તારા એ પ્રેમ અને ઉપકાર માટે... કેવી અદ્ભૂત રચના કરી છે મારા શરીરની...!! ૨૦૬ હાડકાઓ... કેટ-કેટલા સાંધાઓ...?? નહીં કોઈ સ્ક્રુ કે નહીં કોઈ નટ-બોલ્ટ...!! સાવ છુટ્ટા...છતાં જોડાયેલા જ રહે છે... કઈ રીતે રહે છે...?? કંઈ ખબર નથી પ્રભુ... આખા શરીરને આ ચામડીનું કવર કેવું ચડાવ્યું છે પ્રભુ... કેટલું નાજુક...?? છતાં કેવું સંરક્ષક પડ..!! ટાઢ, તાપ, વરસાદમાં શરીરનું રક્ષા-કવચ! વળી, કેવી અદ્ભૂત રચના છે ચામડીની.? સાંધો નહીં...સિલાઈ નહીં...!! વળી, શરીરનો જેમ જેમ વિકાસ થાય તેમ તેમ આ ચામડીનું કવર પણ મોટું થાય.... અને, શરીર દુબળુ થાય તો નાનું થઈ જાય...!! કઈ રીતે થતું હશે આ....!! કંઈ ખબર નથી... ચામડી તો એની એ જ...પણ, ઠંડી,ગરમીની સંવેદના અલગ-અલગ... કઈ રીતે થતું હશે આ...?? કંઈ ખબર નથી... મને એક જ ખબર છે પ્રભુ, કે, તારો મારા પર પ્રેમ છે... કૃતજ્ઞ છું પ્રભુ તારા એ પ્રેમ માટે.... પ્રાર્થના:- ❍ હે પરમેશ્વર! ✏ મને મારા ભાગ્ય મુજબ કણ આપજે, ✏ હિંમતભેર ચાલી શકુ તેવા ચરણ આપજે, ✏ હંમેશા કોઈનુ સારુ કરી શકુ તેવુ આચરણ આપજે, ✏ સદાય મુખપર સ્મિત ને હૈયે તારું સ્મરણ આપજે, અને ✏ થાકી કે હારી જાઉં ત્યારે તારુ શરણ આપજે. 🙏જય યોગેશ્વર 🙏 #preyer #worship #god #swadhyaypariwar #કૃતજ્ઞતા #પ્રાર્થના https://www.instagram.com/p/CECYEWGpos3/?igshid=xf29hfsdkvmz
1 note · View note
swadhyayparivar · 4 years
Video
કૃતજ્ઞતા દિવસ આજનો દિવસ એટલે કૃતજ્ઞતા નો દિવસ, ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ભારતને આઝાદ કરવામાં ભગવાનનો પણ હાથ છે.કારણ કે ઈંગ્લેન્ડ મા 2 પાર્ટી છે #conservative #party and #labour party. તેમાથીં દરેક વખતે conservativ party જ ઈંગ્લેંન્ડની સતા પર આવતી. માત્ર 1947 માં જ labour party ઈંગ્લેંન્ડની સતા પર આવી અને તે આવતા તેનુ પહેલુ કામ ભારતને આઝાદ કરવાનુ હતુ.ત્યાર પછી ઘણા વર્ષો સુધી labour party સતા પર આવી નથી. આમાં 90% ભગવાનની ઈચ્છા અને 10% દેશભક્તોની મહેનત ભેગી મળી ભારતને આઝાદી મળી. માટે આજના દિવસે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ કે ભારત પર હંમેશા આપની કૃપા જાળવી રાખજો. #Happy #Independence #day જય હિન્દ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #india #hindustan #indipendenceday #1947 #15thaugest #કૃતજ્ઞતાદિવસ https://www.instagram.com/p/CD5PdqHpEWN/?igshid=ryzr001hnqzp
0 notes