Tumgik
Text
1718.
અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે. પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે. હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે. અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે. સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને…
View On WordPress
1 note · View note
Text
1717.
એ જ આશા રાખવામાં સાર છે,બંધ છે એ શક્યતાનું દ્વાર છે. આપણી બારી ઉઘાડી રાખીએ,તો બધે અજવાસ પારાવાર છે. લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,વાંસળીનો એ પછી વિસ્તાર છે. આટલું ભળભાંખળું તો થઈ ગયું,ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ? રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !એક ટહુકા પર બધો આધાર છે. એ જતાં ને આવતાં વહેરે મને,શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે. ~  હર્ષા દવે
View On WordPress
1 note · View note
Text
1716.
સ્વપ્નાં માં હવે રાચવા નું બંધ કર્યુંફરી પાછું કાચું કાપવા નું બંધ કર્યું તાપણું તો ઠરી ગયું કયારનું અહીંરાખનું રાબડું તાપવા નું બંધ કર્યું અંતર,ઉંડાણ બધું અમે માપી લીધુંમાણસનું મન બસ માપવા નું બંધ કર્યું રડવું છે તો રડવા દો મન મુકી એમનેસાંત્વન જેવું કંઇ આપવા નું બંધ કર્યું ચાલવા નું તો હવે મારી મરજી મુજબકોઇ ના તાલે એમ નાચવા નું બંધ કર્યુંનિરુપમ નાણાવટી
View On WordPress
1 note · View note
Text
1715.
પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,મારી અંજવાળી રાતડીને ચાંદ,કે ઊજળા દિનોને દેજો ભાણજી. – પ્રભુ મારી. પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાંજી,મારા વગડાને દેજો એનાં ઝાડ,કે ધરતીને દેજો એનાં આભજી. – પ્રભુ મારી. પ્રભુ, મારી ચણને દેજો રે ચણનારજી,મારાં પાણીડાંને દેજો એનાં તીર,કે સમંદરને દેજો એના લોઢજી. – પ્રભુ મારી. પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાંજી,મારા ગોંદરાને દેજો રે તળાવ,કે ગાયોને…
View On WordPress
1 note · View note
Text
1714.
સૂરજની વાત માંડે ઝાકળ સવાર ટાણે,એથી ઉદાસ લાગે વાદળ સવાર ટાણે. વ્હેતી નદીનાં સ્વપ્નો જોયાં હશે જો રાતે,તારીય જાત વ્હેશે ખળખળ સવાર ટાણે. પુષ્પો સમું તમારું ભીતર પછી ઊઘડશે,મનની પ્રથમ જો ખોલો સાંકળ સવાર ટાણે. પંખી ઊડીને આવી બેસી જશે ખભા પર,વૃક્ષો બની જો કરશો અટકળ સવાર ટાણે. સૂરજ કિરણમાં ન્હાતા પ્હાડોનાં જોઈ દ્રશ્યો,આંખો થશે તમારી ઝળહળ સવાર ટાણે. ~ દર્શક આચાર્ય
View On WordPress
1 note · View note
Text
1713.
ભરશે એ શ્વાસ આવી ગયો એનો પણ સમય!મંદિરની ઈંટ પર અમે જે દોર્યું’તુ હૃદય! શ્રદ્ધા ટકી રહી હતી બસ એ જ વાત પર,ક્યારેક તો જરૂર થશે ધર્મનો વિજય! જેનો યુગો યુગો સુધી ન અસ્ત થઈ શકે, જોશે અયોધ્યા એવા કોઈ સૂર્યનો ઉદય! દિલથી જે ભક્ત રામનાં દરબારમાં જશે!બીજી પળે જ એનાં બધા ભયનો થાય ક્ષય! મૂર્તિ નથી એ માત્ર, પુરાવોય આપશે!દર્શન કરીને થઈ જશે હરકોઈ રામમય! ~ સંદીપ પૂજારા
View On WordPress
1 note · View note
Text
1712.
આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે. કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે. આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે. ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે. આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે. ફાગણ જતાં જતાં…
View On WordPress
0 notes
Text
1704.
સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.માનવને ય મળવામાં ગભરાટ થતો રે’છે,શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,તો પાછું મિલન…
View On WordPress
1 note · View note
Text
1710.
મકાનોજતા આવતા શ્વાસ-ઉચ્છવાસ જેવાં ગુલાબી ને કાળાં મકાનોમને  મારી  માની  હથેળી જ લાગે હૂંફાળાં હૂંફાળાં મકાનો,પડે ભીંતમાં ગાબડું  તોય  અણસાર પપ્પાના ચહેરાનો ભાસે,કરે  છે  ખરેખર  ઘણી  વાર  એવી  રીતે  મારાં  ચાળાં મકાનો!વીતેલાં  સમયની  જુની ચોપડી જ્યારે વાંચું તો એવું જ લાગે,શહેરની   ટૂંકી   વારતા   હોય   શેરી ને એનાં મથાળાં  મકાનો!નવો  રંગ  દિવાલ  પર  ધોળવાનો   ઘણી  વાર  પ્રસ્તાવ  મૂકું,રડે ને …
View On WordPress
0 notes
Text
1709.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત, આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત. અહીંયાં વૃક્ષો, જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી. કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી. ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું, લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું, પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી, કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી. જળના રૂપે શાંત કદી તો…
View On WordPress
0 notes
Text
1708.
કિલિમાન્જારોની ઊંચાઈને આંબી,ખખડતું ખખડતું ખીણમાં ગબડી જઈ,બરફમાં બફાઈનેથીજી ગયેલું મારું મન,કોઈકે ક્યારેક રોપેલા બીજમાંથીફૂટેલા ફણગાને સહારે બહાર આવ્યુંત્યારેહબસીના લબડતા જાડા હોઠ જેવારસ્તા પરથી‘કો’ક પસાર થઈ ગયું છે –’એ વાતને પોતાની સાથે લઈપવન ઝપાટા બંધ જઈ રહ્યો હતો;અનેએક દિવસ ખખડધજ થઈ જનારાએ વૃક્ષને જોવાપછી તોહું ત્યાં જ ઊભો રહ્યો. ~ દિવ્યકાંત ઓઝા 
View On WordPress
0 notes
Text
1707.
એક આવ્યું એવું અજવાળું જીએને કેમ કરી સંભાળું જી તરતું, સરતું, ઝરતું, નીકળ્યું,ભવમાં એ ભટકાણું જીક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યુંઘરમાં ક્યાંક ભરાણું જીએક આવ્યું એવું અજવાળું જીએને કેમ કરી સંભાળું જી પંચામૃતની મટકી ઘૂંટી,મટકીમાં બંધાણું જીજાતું પાછું જ્યાંથી આવ્યું,ભેદ ન એનો જાણું જીએક આવ્યું એવું અજવાળું જીએને કેમ કરી સંભાળું જી અજવાળું એ આપ અનોખું,નોખું શેં પરમાણું જીઅજવાળે અજવાળું ભળતાંઊકલે એ…
View On WordPress
1 note · View note
Text
1706.
દાદા -દાદી ને નાના -નાની ,,,,,,,,,,,, મુદ્લની પરવા નહીં ફક્ત વ્યાજમાં વિશ્વાસ રાખે,દીકરા-દીકરીમાં નહીં એ પૌત્ર-પૌત્રીમાં પ્રાણ રાખે… વૃદ્ધાવસ્થામાં પણ બાળકની જેમ વર્તી હસાવે,શિથિલ શરીરે ખભે બેસાડી સૌથી ઉચ્ચે રાખે… નથી જાણી શક્યાં આપણે કદી પાયાનાં મહત્ત્વને,જે ખુદ તો નમીને પણ ઈમારત અડીખમ રાખે… પૌત્ર -પૌત્રીના દર્શનમાત્રથી જે સંપૂર્ણ ખીલી ઊઠે,આંખોથી દૂર થાઓ ત્યાં સુધી આંખે હાથ રાખે…. હાથ ફેરવી…
View On WordPress
0 notes
Text
1705.
આંગળીયું પકડીક્યાં આવ્યા’તા કોઈની!તે ભૂલા પડવાથી હવે ડરીએ! મારગ ને પગલાંનેમોજ પડી જાય એમ,આપણે તો આપણાંમાં ફરીએ.
View On WordPress
0 notes
Text
1704.
પાંખો દીધી ને મેં ઉડવા કર્યુંતેં આખું ગગન મારી સામે ધર્યું આવી દિલાવરી દેવ તારી જોઇનેઆંખ માંથી અચરજ નું આંસુ ખર્યું કંઠ રે દીધો તો મેં ગાવા કર્યુંને તેં સાત સાત સૂરો નું અમૃત ધર્યું આવી પ્રસન્નતા દેવ તારી જોઈનેમુખમાંથી મલ્હારી મોતી સર્યું મન રે દીધું તો તને મળવા કર્યુંતેં આંગણું અલખના નાદે ભર્યું આવી કરુણા દેવ તારી જોઈનેમેં ધરતી મેલી ને ધ્યાન તારું ધર્યું -ભાસ્કર વોરા
View On WordPress
2 notes · View notes
Text
1703.
ધરખમ થયા છે ફેરફારો આયનામાં એ પછી;આ જિંદગી બસ એક દી નકાબ ભૂલી ગઈ હતી!ડૉ. મુકેશ જોષી
View On WordPress
1 note · View note
Text
1702.
ઓઢણી લહેરલ લહેરલ જાય,(૨) હો વાદળી લહેરલ જાય..મલકે નમણી નાર..(૨)લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય… વીજની ગૂંથણી વેણીમાં કંઈ, ગૂંથ્યા તેજલ ફૂલોમોતી જેવા તારલાની (૨) તારે અંબોડલે ઝૂલ,હો વાદળી લહેરલ જાય..લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય… સોનલાની પુર સોનલ ઝૂમણાં, લખલખ રુપોને અંબાર,તારી શી ઓઢે નવરંગ ચૂંદડી, દિશ દિશ લહેરે મલહાર,હો વાદળી લહેરલ જાય..લહેરલ લહેરલ લહેરલ લહેરલ જાય… આભ ઝરુખે આવી તું ખેલતી, સખી સૈયર…
View On WordPress
1 note · View note