Tumgik
#કાવ્ય સંગ્રહ
smitatrivedi · 3 years
Text
૫૭. જરી ય જંપ નથી.
૫૭. જરી ય જંપ નથી.
કેમ કોઈને ય જરી ય જંપ નથી? જીવવાના ભ્રમમાં ક્યાં ય કોઈ કંપ નથી. લોકોના છે ટોળેટોળાં, માંહોમાંહે જરી ય સંપ નથી, માણસ હોવાનું મહોરું, ક્યાં ય કોઈ સંત નથી. ચારેકોર દોટંદોટ, ઈચ્છાઓનો અંત નથી, ચર્ચાનો કોઈ સાર નથી, કયાં ય કોઈ તંત નથી. આતંકના પ્રકોપમાં કોઈને દેખાતો બંડ નથી, માન્યું કર્મ કેરું કાળચક્ર, ક્યાં ય કોઈ દંડ નથી. દર્પણ સામે ય છળ, લાગે જાણે કોઈ દંભ નથી, નથી સંવાદ, ક્યાંય કોઈ નિર્દંભ નથી.
View On WordPress
0 notes
fearlessvoiceindia · 4 years
Text
ઇતિહાસમાં આજના દિવસે શુ થયું હતું! જાણો અહીં...29 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મદિવસો અને મૃત્યુ...
ઇતિહાસમાં આજના દિવસે શુ થયું હતું! જાણો અહીં…29 ઓક્ટોબરની મહત્વપૂર્ણ ઘટનાઓ, જન્મદિવસો અને મૃત્યુ…
જહોન કિટ્સ
રોમેન્ટિક અંગ્રેજ કવિ શ્રી જહોન કિટ્સનો જન્મ તા. ૨૯-૧૦-૧૭૯૫ ના રોજ લંડનમાં થયેલો. માત્ર બાવીસ વર્ષની વયે તેમણે પોતાનો કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો હતો. પછી તો પશુ દવાખાનામાં ડ્રેસર તરીકેની નોકરી છોડી દઇને કેવળ સાહિત્યસેવાને જ તેણે પોતાનો વ્યવસાય માન્યો. ‘ટુ એ નાઇટિંગેલ, ‘ઓડ્ઝ ટુ ઓટમ’, ‘હાઇપીરિઓન એન્ડ અધર પોએમ્સ’ જેવી સુપ્રસિદ્ધ કૃતિઓનું તેણે સર્જન કર્યુ છે. એમનો છેલ્લો કાવ્યસંગ્રહ ‘લામિયા…
View On WordPress
0 notes
shaileshrathod · 7 years
Text
મોદી ચિનુ ચંદુલાલ, ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક.આપણી વચ્ચેથી વિદાઇ લઈ ઈશ્વરને રીઝવવા ચાલી નીકળ્યા ઇ.સ 1994-95 માં તેમની સાથેની મુલાકાતો દરમ્યાન મારો પ્રથમ કાવ્યસંગ્રહ “પ્રરખ” જન્મ્યો.રાજેશ વ્યાસ”મિસ્કીન”,મોદી ચિનુ અને કવિ પ્રીતમલાલ મારા માર્ગદર્શક.યુવક અને સંસ્કૃતિ વિભાગ ગાંધીનગરની ગઝલ-શાયરી સ્પર્ધામાં રાજ્યક્ષાએ ડીસા ખાતે આદરણીય ચિનુ મોદી સાથે મુલાકાત થઈ અને તેમણે મારી કવિતાઓને વાંચી મૂલ્યાંકન કર્યું-તેમણે જણાવ્યુ કે- “ગઝલમાં બેકી સંખ્યાના શેરવાળી પણ ગઝલો હોઇ શકે. આ ગઝલોમાં રદીફ – કાફિયાનું મહત્વ સૌથી વધુ.કાફિયાના મહત્વના ગુણવિશેષ નવ છે”તેમ જણાવી તેમની રચના મને મહાવરારૂપે લખી સમજવી હતી. શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં તૂટશે પેલો ઋણાનુંબંધ તો?
હું ક્ષણોના મહેલમાં જાઉં અને કોક દરવાજો કરી દે બંધ તો
– ચિનુ મોદી
ચિનુભાઈએ મને પ્રિતમ કવિ સાથે પરિચય કરાવ્યો-.ચિનુકાકા અને પ્રીતમ્કકનું માર્ગદર્શન મારામાં સાહિત્યિક ગુણ  વિકસાવવામાં ઉપયોગી બન્યા.રાજેશ વ્યાસ”મિસ્કીન’ને અછાંદશ રચનાઓ અને આધુનિક કવિતા તરફ  દ્રષ્ટિ કરવા પ્રેરણા આપી.પ્રિતમ કવિએ “પરખ” કાવ્યસંગ્રહની  પ્રાસ્તાના લખી.યુવાવસ્થામાં સાહિત્યિક પગલી પાડવામાં સહાયરૂપ બન્યા હતા-ચિનુભાઈ
આવા ગુજરાતના જાણીતા ગઝલકાર સાહિત્યકાર ચિનુ મોદીનું તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમને બે દિવસ પહેલાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેથી તેમને મીઠાખળીમાં આવેલ એચસીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે તેમની સ્થિતી ક્રિટિકલ હતી. પરિણામે ડૉકટરની ટીમે તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આજે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી ઘરે લવાયા હતા. ચિનુ મોદીએ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
તેમની તબિયત છેલ્લા છ મહિનાથી લથડી હતી, અને તેમણે વી એસ હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. ચિનુ કાકા અનેક કવિ સંમેનલ અને ગુજરાતી મુશાયરાઓનું સંચાલન કરેલું અને લોકોની વાહ વાહના સાક્ષી રહ્યા હતા. કવિતા અને નાટકના સર્જનની સાથે સાથે એમનું નવલકથાસર્જન પણ સમાંતરે ચાલતું રહ્યું છે ખરું, પણ એમાં સિદ્ધિ ઓછી છે. ‘શૈલા મજમુદાર’ (૧૯૬૬) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી, બે પુરુષોના સંપર્કમાં આવતી, દરેક પુરુષ પોતાને સ્ત્રી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે જુએ એમ ઝંખતી અને એમાં નિરાશ થતી નાયિકાની કથા છે. ‘ભાવચક્ર’ (૧૯૭૫)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું જ પુનરાવર્તન છે. બીજા ખંડમાં પૂર્ણેન્દુ શર્માના પરિપ્રેક્ષ્યથી બનેલી ઘટનાને જોઈ છે ખરી, પણ એનાથી કૃતિને કોઈ વિશેષ પરિમાણ પ્રાપ્ત થતું નથી. ગ્રામપરિવેશવાળી ‘લીલા નાગ’ (૧૯૭૧) મનુષ્યમાં રહેલા જાતીય આવેગ અને તેની વિકૃતિની કથા છે.
પ્રોફેસરથી પોએટ સુધીની સફર જ્યારે કપડવંજની કોલેજમાં પ્રોફેસર તરિકે ફરજ બજાવતા અનેક નાની મોટી કવિતાઓ અને ગઝલનું કાર્ય કરતા હતા.પિતા ચંદુલાલની ઇચ્છા ચિનુભાઇ આઇએએસ બને તેવી હતી પણ બાળપણથી ચિનુભાઇનો રસ ગઝલ કવિતાઓ અને સાહિત્યમાં રહ્યો હતો. પિતાને પુત્રનો કવિતાપ્રેમ પસંદ ન હોવા છતા વંસત વિલાસ નામનો અનુવાદ છપાવી આપ્યો હતો. નાના મોટા થઇને સાહિત્યલક્ષી કુલ 52 પુસ્તકો ‘ઇર્શાદ’ના નામે પ્રકાશિત થયા છે. હાથ ખોલો તો ગંગા નીકળે, છેવટે એ જ વાત અફવા નીકળે.
આ તેમની સૌથી લોકપ્રિય બનેલી ગઝલ પૈકીની એક છે. આ ઉપરાંત ‘વાતાયન’, ‘ઊર્ણનાભ’, ‘શપિત વનમાં’, ‘દેશવટો’, ‘ક્ષણોના મહેલમાં’, ‘દર્પણની ગલીમાં’, ‘ઈર્શાદગઢ’, ‘બાહુક’ ( નળાખ્યાન આધારિત ખંડકાવ્ય),’ અફવા’ ,’ ઈનાયત’, ‘પર્વતને નામે પથ્થર’ જેવા કાવ્યો, ‘ડાયલનાં પંખી ( પદ્યમાં એબ્સર્ડ એકાંકી)’, ‘કોલબેલ’, ‘હુકમ માલિક’, ‘જાલકા’, ‘અશ્વમેઘ જેવા નાટકો’,’શૈલા મજમુદાર ( આત્મકથાનક)’ ,’ભાવચક્ર’, ‘લીલા નાગ’, ‘હેંગ ઓવર’, ‘ભાવ અભાવ ( વિશેષ જાણીતી કથા)’, ‘પહેલા વરસાદ’નો છાંટો જેવી નવલકથાઓથી ચિનુકાકાએ ગુજરાતી સાહિત્યને પોતાનો સ્પર્શા આપ્યો હતો. જ્યારે ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ જેવા પ્રકાશનનું સંપાદન કર્યું હતુ.
અનેક રીતે મારી-આપણીદોસ્ત ! તારા દિલ સુધી પહોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?:ચિનુ મોદીનું નિધન આસપાસ વીંટળાઇ ગયા છે- સરસ વાત કરવાનો મોકો મળ્યો, તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. મને ક્યાં ખબર: હું છું વહેતો પવન, બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવા એથી સારું થયું, મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો, ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો.. ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.-ચિનુ મોદી 20-03-2017 શૈલેષ રાઠોડ”અભિધેય” ખંભાત. મો-9825442991
દોસ્ત ! તારા દિલ સુધી પહોંચ્યા પછી સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?:મારા પ્રથમ કાવ્ય સંગ્રહ “પરખ”ને પરખાનાર ગુરુ ચિનુ મોદીનું નિધન મોદી ચિનુ ચંદુલાલ, ઉપનામ: ઇર્શાદ (૩૦ સપ્ટેમ્બર, ૧૯૩૯) જાણીતાં ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક.આપણી વચ્ચેથી વિદાઇ લઈ ઈશ્વરને રીઝવવા ચાલી નીકળ્યા
0 notes